News of Tuesday, 4th August 2026
દર્દીઓને સુવિધા માટે ખંભાળીયાની સરકારી હોસ્પિટલ પાસે ઇસુદાન ગઢવી દ્વારા પ્રાર્થના ફાઉન્ડેશન કાર્યાલય કાર્યરત
રકતદાન કેમ્પ, સારવારની વ્યવસ્થામાં દર્દીઓને મદદરૂપ થવા પ્રયાસ

ખંભાળીયા, તા. ૪: આમ આદમી પાર્ટીના રાજય પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રાર્થના ફાઉન્ડેશન સેવાકીય સંસ્થાના કાર્યાલયનો પ્રારંભ ખંભાળીયામાં રકતદાન કેમ્પથી ગઇકાલે થયો હતો.
ખંભાળીયા સરકારી હોસ્પિટલની બાજુમાંજ શરૂ થયેલા આ કાર્યાલયમાં રકતદાન કરીને સેવાકીય પ્રવૃતિની શરૂઆત કરતા ઇસુદાન ગઢવીએ જણાવેલ કે દ્વારકા જિલ્લાના ગરીબ તથા મધ્યમ વર્ગ માટે પ્રાર્થના ફાઉન્ડેશનની સેવા આર્શીવાદરૂપ બનશે. દર્દીઓને લોહી, જરૂરી તબીબી સાધનો, વ્હીલચેર, બેડ સાથે ખંભાળીયાથી જામનગર અને અમદાવાદ સીવીલ હોસ્પિટલ સુધી દર્દીને મદદરૂપ થવા વ્યવસ્થા થશે.
ખંભાળીયા, અમદાવાદ કે જામનગર જયાં તબીબી આપવાની જરૂર હશે ત્યાં એપોઇમેન્ટથી માંડીને ભલામણ સારવારની વ્યવસ્થા કરી દેવામાં આવશે તથા દર્દીઓને જરૂરી આરોગ્ય વિષયક સાધનોની પણ સગવડો પુરી પાડવામાં આવશે.
ખંભાળીયા ફુલાનંદ હનુમાનજીના મહંત ભાસ્કરા નંદ બાપુ તથા આગેવાનો દ્વારા આ સેવાકીય પ્રવૃતિ શરૂ કરવા બદલ ઇસુદાન ગઢવીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
