News of Wednesday, 5th August 2026
ગોંડલના યુવાનની કાર-એકટીવા અને ૧.ર૦ લાખ લઇ પરત ન આપ્યાઃ રાજકોટના શખ્સ સામે ફરીયાદ
૩ લાખની છેતરપીંડી કરનાર માનવ બગથરીયા સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા., પ : ગોંડલના યુવાન પાસેથી કાર, એકટીવા અને મોબાઇલ ફોન લીધા બાદ પરત ન આપી છેતરપીંડી કરનાર રાજકોટના શખ્સ સામે ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ યશપાલસિંહ બહાદુરસિંહ ગોહીલ, ઉ.વ.ર૧, ધંધો ડ્રાઇવીંગ, રહે. હાલ ગોંડલ, મારૂતીનગર, કોટડાસાંગાણી રોડ, રઘુવીર સોસાયટી, મુળ રહે. રાજકોટ હુડકો ચોકડી, તીરૂપતી સોસાયટી શેરી નં.૪ કોઠારીયા રોડ એ આરોપી માનવ હિતેશભાઇ બગથરીયા રહે. રાજકોટ કોઠારીય રોડ હાપલીયા પાર્ક મંગલ પાર્કની બાજુમાં, સામે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીને ખોટુ બોલી ફરીયાદી પાસેથી એપલ કંપનીનો આઇફોન ૧૬ કિ. રૂા. આશરે ૬૦,૦૦૦ તથા મારૂતી સુઝુકી કંપનીનો અલ્ટો કાર રજી. નં. જીજે ૧૬ એએ પ૯૬૧ કી. રૂા. ૮૦,૦૦૦ તથા હોન્ડા કંપનીનું એકટીવા રજી નં. જીજે ૦૩ એમકે ૩૦૦ જેની કિંમત આશરે રૂા. ૪૦,૦૦૦ તથા રૂપીયા ૧,ર૦,૦૦૦ હાથ ઉછીના લઇ, ફરીયાદીએ અવાર નવાર પરત માંગવા છતા આરોપીએ બહાના બનાવી ફરીયાદીને પરત નહી આપી ઉપરોકત વાહનો તથા મોબાઇલ ફોન તથા રૂપીયા મળી કુલ કિંમત રૂા.૩,૦૦,૦૦૦ની ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
