<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

સુરેન્‍દ્રનગર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મહેબુબ ભટ્ટી સહિત ૬ જુગાર રમતા ઝડપાયા

નવા દરવાજા વાડી પ્‍લોટ વિસ્‍તારમાં એલસીબી ટીમ ત્રાટકીઃ ૧ લાખનો મુદામાલ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. પ :.. સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ની ટીમ દ્વારા વઢવાણ નવા દરવાજા વિસ્‍તારમાં આવેલા વાડી પ્‍લોટ વિસ્‍તારમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્‍યા હતા. જેમાં સુરેન્‍દ્રનગર લઘુમતી મોરચાના શહેર પ્રમુખ સહિત છ જેટલા ઇસમોને લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્‍યા હતા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં એક હોમગાર્ડ જવાન અને અન્‍ય રાજકીય આગેવાન હોવાનું પણ સામે આવ્‍યું છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગર ભાજપ લઘુમતી મોરચાના શહેર પ્રમુખ મહેબુબ રહેમાનભાઈ ભટ્ટી રહે સુરેન્‍દ્રનગર જલભવન પાછળ ગુલશન પાર્ક વાળાની પણ જુગારધામ દરમિયાન જુગાર રમતા સમયે ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત નીતિનભાઈ જીવણભાઈ સોલંકી રહે વઢવાણ નવા દરવાજા વિસ્‍તાર તેમજ હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવવા આવતા અનિલકુમાર માવજીભાઈ જોશી રહે વઢવાણ નવા દરવાજા બહાર તેમજ કિરણભાઈ યકીનભાઈ બેહવાસી રહે વઢવાણ ૮૦ ફૂટ રોડ અલારખા ઉર્ફે કાળુભાઈ અલી ખાન પઠાણ રહે વઢવાણ ચંદન ચોક અને દિલાવર ખાન હબીબ ખાન મોવરની ધરપકડ કરવામાં આવી હતી અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:27 AM IST)