<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ધોરાજી નજીક મોટરસાયકલ સાથે ડમ્‍પર અથડાતા દાદી પૌત્રના મોત

બે વર્ષથી જૂનાગઢનો રોડ ખખડધજ હાલતમાં: અનેકના ભોગ લેવાયા

ધોરાજી તા.પઃ ધોરાજીથી જુનાગઢ જતો હાઇવે છેલ્લા બે વર્ષથી રેલ્‍વે ઓવરબ્રિજ ના કારણે ખખડધજ રસ્‍તાઓ છે જેના કારણે અનેક અકસ્‍મતો થઈ રહ્યા છે ગયા વર્ષે બે મોટા વાહનો પલટી મારી ગયા હતા તેમજ નાના મોટા વાહનો અનેક વખત અકસ્‍માતો ને કારણ અનેક લોકોની ઈજાઓ થઈ રહી છે ત્‍યારે  ગઈકાલે મોટી પરબડી ગામ ખાતેથી આવી રહેલ માતા પુત્ર અને દોઢ વર્ષના પુત્ર મોટર સાયકલ લઈને આવતા હતા ત્‍યારે જુનાગઢ તરફથી રેતી ભરેલા ડમ્‍પરે અચાનક મોટરસાયકલને હડફેટે લેતા ફંગોળાઈ જતા તેમની સામે જ તેમના માતા અને તેના દોઢ વર્ષના પુત્ર  નું ઘટના સ્‍થળે જ  ડમ્‍પર ના વ્‍હીલમાં આવી જતા મોત થયું હતું.

દેવીપુજક સમાજના રાકેશ રાજુભાઈ દેવીપુજક એ પોતા ના મોટરસાયકલ લઈને ધોરાજી તરફ આવતા હતા તેમના મોટરસાયકલમાં તેમની માતા સોમીબેન રાજેશભાઈ સોલંકી ઉંમર વર્ષ ૪૨ અને તેમનો દોઢ વર્ષનો પુત્ર પ્રિન્‍સ રાકેશભાઈ સોલંકી ત્રણ સવારીમાં હતા ત્‍યારે અચાનક પાછળના ભાગથી રેતી ભરેલા ડમ્‍પરે હડફેટે લેતા  મોટરસાયકલ ફંગોળાઈ ગયું હતું જ્‍યારે ચાલકના માતા સુમીબેન રાજેશભાઈ સોલંકી અને તેમનો પુત્ર પ્રિન્‍સ રાકેશભાઈ સોલંકી બંને ડમ્‍પરના ટાયરના  જોટામાં આવી જતા મોત થયું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા  તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા અને ૧૦૮ મારફતે લાવવામાં આવેલ જ્‍યાં સ્‍થળ ઉપરના તબીબ એ માતા અને પૌત્રને મળત જાહેર કર્યા હતા ત્‍યારે મોટરસાયકલ ચાલક રાકેશભાઈ ને ઈજા થતાં સારવારમાં દાખલ કર્યા હતા. ડમ્‍પર ચાલક પોતાનો ડમ્‍પર મૂકીને નાસી ગયો છે પોલીસે આરોપીની શોધ કરવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. ઉપરોક્‍ત બનાવ અંગે તાલુકા ઇન્‍ચાર્જ પીઆઇ ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે. (તસવીર કિશોર રાઠોડ)

(11:44 AM IST)