<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સ્‍વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી વાર્ષિક પુણ્‍યતિથીએ યોજાયેલ રકતદાન કેમ્‍પોમાં ૧૧૭૪૩ બોટલ રકત એકત્રીત થયું

રાજયભરમાં ૩૪ સ્‍થળે યોજાયેલા રકતદાન કેમ્‍પમાં ૧૧૭૪૩ બોટલ રકત એકત્ર થયું

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ૬: સૌરાષ્‍ટ્રના લડાયક અને કદાવર ખેડૂત નેતા,જેમને જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કયુ હતું જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોક સેવાના કાર્યો કર્યા હતા આવા મહાન વિરલ વ્‍યકિતત્‍વ ગૌ.વા.વિઠલભાઈ રાદડીયાની સાતમી વાર્ષિક પુણ્‍યતિથિએ રાજયભરમાં અનેક સ્‍થાનો પર વિવિધ સંસ્‍થાઓ તેમજ લોકો દવારા મહારકતદાન કેમ્‍પ,સર્વરોગ નિદાન કેમ્‍પ, બટુક ભોજન, સ્‍કૂલોમાં બાળકોને ચોપડા તથા સ્‍ટેશનરી કિટ વિતરણ, ગૌશાળામાં નિરણ તથા લાડુ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા જેમાં મહારકતદાન કેમ્‍પમાં રાજયભરના વિવિધ શહેરો તેમજ ગામોમાં એકસાથે યોજાયેલા ૩૪ મહારક્‍તદાન કેમ્‍પમાં ૩૪ સ્‍થળોએ કુલ ૧૧૭૪૩ બોટલ રકત એકત્ર થયું હતું આ મહારકતદાન કેમ્‍પોમાં હજારો રક્‍તદાતાઓ,યુવાનો, સમાજના આગેવાનો, તેમજ વિવિધ સંસ્‍થાઓએ ભાગ લીધો હતો આ કેમ્‍પોના આયોજન બદલ તમામ રક્‍તદાતાઓ તેમજ આયોજકો અને વિવિધ સેવાકીય કાર્યક્રમોના આયોજકોનો ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાએ આભાર વ્‍યકત કયો હતો આ મહારકતદાન કેમ્‍પના મહાયજ્ઞમાં રાજકોટ, વેરાવળં, જસદણ, સુરતં, જામનગર,   જામકંડોરણાં, ધોરાજી, જેતપુર, કાલાવડં, વડોદરા,ટંકારા,ગોંડલં,  કેશોદ,  ઉપલેટા,  અંકલેશ્વર, વીરવા,વીરપુર, ખામટા, મેવાસા,   અરડોઈ, તાલાળા, નવાગામ, દવારકા,  ગાંધીનગર, અરણીયાળા, ઝાલણસર, રામોદ, મેટોડા, જુનાગઢ રેશમડી ગાલોળ સહિતના અનેક સ્‍થળોએ યોજાયેલા મહારકતદાન કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં લોકોએ ભાગ લઈ સ્‍વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

(11:03 AM IST)