<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ધ્રોલના બી.એમ. પટેલ સ્‍કુલના ટ્રસ્‍ટી અને આદર્શ શિક્ષક સ્‍વ. કિરીટભાઈ વિરમગામાની યાદમાં ૧૨૧ બોટલ બ્‍લડ એકત્રિત

 

(સંજય ડાંગર) ધ્રોલઃ તા.૬ :  બી. એમ. પટેલ સ્‍કૂલ, વાંકિયા ખાતે  સ્‍વ. કિરીટભાઈ ભગવાનજીભાઈ વિરમગામાની પવિત્ર સ્‍મળતિમાં એક ભાવપૂર્ણ અને ભવ્‍ય પ્રમહાન રક્‍તદાન કેમ્‍પઙ્ઘનું આયોજન સંપન્ન થયું હતું. આજીવન શિક્ષક તરીકે શિસ્‍ત, સમર્પણ અને સેવાના સંસ્‍કારોનું સિંચન કરનાર સ્‍વ. કિરીટભાઈના માનવસેવાના મૂલ્‍યોને સાર્થક કરવા માટે વિરમગામા પરિવાર અને ખ્‍ત્‍ત્‍પ્‍લ્‍ બ્‍લડ બેંક - રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે આ ઉમદા સેવાયજ્ઞ યોજાયો હતો.

 સ્‍વ. કિરીટભાઈ વિરમગામાએ પોતાનું સમગ્ર જીવન એક આદર્શ શિક્ષક તરીકે વિતાવ્‍યું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અસહાય અને ગરીબ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચીને ઉત્તમ સમાજસેવા પૂરી પાડી હતી. આ ઉપરાંત કોરોના કાળ જેવા કપરા સમયમાં, જ્‍યારે દર્દીઓના પોતાના પરિવારજનો પણ તેમને હોસ્‍પિટલ લઈ જતા અચકાતા હતા, ત્‍યારે સ્‍વ. કિરીટભાઈએ પોતાની અંગત ગાડીમાં દર્દીઓને બેસાડી ઓક્‍સિજનની વ્‍યવસ્‍થા સાથે હોસ્‍પિટલ પહોંચાડીને અનેકના જીવ બચાવ્‍યા હતા.

આવા પરમાર્થી શિક્ષકના અકાળે અવસાન બાદ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી ડો. કુલદીપ વિરમગામા, ડો. પિનલ ચાપાણી તથા સમગ્ર વિરમગામા પરિવાર દ્વારા આ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કેમ્‍પ દરમિયાન સવારથી જ યુવાનો, પૂર્વ NCC કેડેટ્‍સ અને સેવાભાવી નાગરિકોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને  રક્‍તદાન કર્યું હતું. તમામના સહયોગથી કેમ્‍પમાં કુલ ૧૨૧ બોટલ (યુનિટ) રક્‍ત એકત્રિત થયું હતું. આ રક્‍ત ખ્‍ત્‍ત્‍પ્‍લ્‍ હોસ્‍પિટલ, રાજકોટના ગંભીર અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે અર્પણ કરવામાં આવ્‍યું છે.

આ ઉપરાંત, સ્‍વ. કિરીટભાઈના નાની વયે થયેલા અવસાનની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને તથા ભવિષ્‍યમાં કોઈના પરિવારમાં મેડિકલ ઇમરજન્‍સી સમયે જીવ બચાવી શકાય તેવા હેતુથી એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. કેમ્‍પમાં રક્‍તદાન કરનાર તમામ રક્‍તદાતાઓને ખાસ ‘ઇમરજન્‍સી કિટ' આપીને પ્રોત્‍સાહિત કરાયા હતા.

કાર્યક્રમના અંતે વિરમગામા પરિવારે કેમ્‍પને સફળ બનાવવા બદલ AIIMS રાજકોટની મેડિકલ ટીમ, બી. એમ. પટેલ સ્‍કૂલના ટ્રસ્‍ટીગણ, તમામ સ્‍વયંસેવકો અને બહોળી સંખ્‍યામાં રક્‍તદાન કરનાર તમામ સેવાભાવી રક્‍તદાતાઓના  આભાર વ્‍યક્‍ત કર્યો હતો. કાર્યક્રમના અંતે વિરમગામા પરિવારે કેમ્‍પને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર AIIMS રાજકોટની મેડિકલ ટીમ,   બી. એમ. પટેલ સ્‍કૂલના ટ્રસ્‍ટીગણ, શિક્ષક-બિનશિક્ષક સ્‍ટાફ, તમામ સ્‍વયંસેવકો અને બહોળી સંખ્‍યામાં રક્‍તદાન કરનાર તમામ સેવાભાવી રક્‍તદાતાઓનો   આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(

(1:26 PM IST)