News of Friday, 7th August 2026
વરસાદ થંભતા ખેતરોમાં ફરી શરૂ થઈ પાકની માવજત

આટકોટ, તા.૬: સારા વરસાદ બાદ ઉઘાડ નીકળતાં ખેડૂતો ફરી ખેતરોમાં સક્રિય બન્યા છે. બળદ અને ટ્રેક્ટરની મદદથી સાતી હાંકવાની કામગીરી શરૂ થઈ છે, જ્યારે પાકમાં નિંદામણ દૂર કરવા અને જીવાતના નિયંત્રણ માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલાં વાવેલા બીજમાંથી લીલાછમ અંકુર ફૂટતાં સમગ્ર ખેતરો હરિયાળીની ચાદર ઓઢી બેઠાં હોય તેવો મનોહર નજારો સર્જાયો છે. ખેડૂતો માટે વરસાદ માત્ર રાહત નહીં, પરંતુ નવી આશાનું પ્રતિક બની રહ્યો છે. પાકની સારી વળદ્ધિ માટે હવે સતત માવજત જરૂરી હોવાથી ખેડૂતો વહેલી સવારથી સાંજ સુધી ખેતરોમાં પરિશ્રમ કરી રહ્યા છે. ચોમાસાની હરિયાળી પ્રવળત્તિઓને વેગ મળ્યો છે.
સારા વરસાદ બાદ ખેડૂતો માટે પાકની માવજતનો મહત્વનો તબક્કો શરૂ થાય છે. ખેતરોમાં સાતી હાંકવી, નિંદામણ દૂર કરવું અને જીવાતથી બચાવવા દવાનો છંટકાવ કરવો જેવી કામગીરીમાં ખેડૂતો દિવસભર વ્યસ્ત જોવા મળે છે. આ માવજત જ પાકની સારી ઉપજનો આધાર બને છે. ચોમાસામાં વાવણી બાદ પાકમાં નિંદામણ દૂર કરવા માટે આજે પણ અનેક ખેડૂતો બળદની મદદથી સાતી હાંકવાની પરંપરાગત પદ્ધતિ અપનાવે છે. બળદથી કરવામાં આવતી આ કામગીરીમાં પાકને ઓછું નુકસાન થાય છે. (તસવીરઃ કરશન બામટા)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
