News of Friday, 7th August 2026
ભાયાવદરમાં શબવાહિની કોઝ-વે માટે ગ્રાન્ટ ફાળવવાના નિર્ણયને આવકાર
વિકાસને અવરોધતાં કોંગ્રેસના આગેવાનો સામે પાલિકા પ્રમુખ રેખાબેન સીણોજીયાનો આક્રોશ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૭ :.. ધારાસભ્ય પાડલીયા અને ભાજપના દીર્ઘદ્રષ્ટા સુકાની ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પ્રમુખ રેખાબેન સીણોજીયા સહિતના હોદેદારો અને આગેવાનોના પ્રયાસો થી ભાયાવદર શહેરના સર્વાંગી વિકાસમાં જેમનું અનેરુ યોગદાન રહ્યું છે તેવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા રૂપિયા દસ લાખની કિંમતની આધુનિક સબવાહિની ફાળવવામાં આવી છે તેમજ આંબેડકર નગર માટે માટે રૂપિયા દસ લાખ ની કિંમત નો વધુ એક મંજૂર કર્યો છે જેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે અગાઉ મનસુખભાઈ દ્વારા રૂપિયા ૨૦ લાખની આધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે અને આંબરડી નેસ વિસ્તાર માટે રૂપિયા દસ લાખની કિંમતનો મંજૂર કરેલો હતો આમ ટૂંકા સમયમાં ભાયાવદર ના વિકાસ માટે ૫૦ લાખ મંજુર કર્યા છે હાલમાં ભાયાવદર શહેરમાં જુદા જુદા વિકાસના નાના મોટા ૧૫ થી વધુ કામો ચાલી રહ્યા છે જેમાં નગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારો અને તેમ ભાજપના આગેવાનો ખંભે ખંભા મિલાવી કામ ઉપર ઊભા રહી મજબૂત કામો કરાવી રહ્યા છે જેની શહેરના પ્રબુદ્ધ નાગરિકો સરાહના કરી રહ્યા છે. પ્રમુખ રેખાબેન સીણોજીયાએ જણાવેલ છે કે ભાયાવદર નગરપાલિકાના ઇતિહાસમાં ક્યારેય ન થયા હોય તેવા રોડ રસ્તા ગટર પાણી લાઈટ સીસીટીવી કેમેરા બાગ બગીચા સહિતના વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે આવા સર્વાંગી વિકાસની પૂરપાટ જતી ગાડીને અવરોધવાના સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા મારફત અપ્રચાર કરી રહ્યા છે કે આગેવાનોને ભગવાન સદબુદ્ધિ આપે તેવું જણાવેલ છે.
આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પ્રમુખ રેખાબેન સીણોજીયા ના માર્ગદર્શન નીચે નગરપાલિકાના હોદ્દેદારો ટીમ ભાજપના આગેવાનો કાંતિભાઈ ચાંગેલા સંજયભાઈ ઠાકોર અતુલભાઇ વાછાણી સરજુભાઈ માકડીયા સાહિત્ય આગેવાનો નગરપાલિકાના ચેરમેન સદસ્યો વિગેરે સહયોગ આપી રહ્યા છે.( તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
