<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસની મોટી કાર્યવાહી: ખંડણી માટે અપહરણ કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓ ઝડપાયા, 3.30 કરોડનો મુદ્દામાલ કબ્જે : જુઓ વિડીયો

ટ્રાન્સપોર્ટર દિલીપ ગોકળદાસ મજીઠિયાનું અપહરણ કરી ૫.૫ કરોડની ખંડણી વસૂલી હતી : આરોપીઓને ગાંધીધામ-ભુજમાંથી દબોચ્યા. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો, પોલીસે 4 કાર અને રોકડ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લા પોલીસે ખંડણી અને અપહરણના ગંભીર ગુનામાં સંડોવાયેલી ગેંગના મુખ્ય આરોપીઓ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજા૨ નાઓએ ગંભી૨ શ૨ી૨ સંબઘી/ મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા આરોપીઓ સત્વરે પકડી પાડવા જરૂરી સુચના આપી હતી.

ભચાઉના ડી.ડી.ટી.સી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તારીખ 19/09/2024 ના રોજ ભચાઉ હસ્તે રહેતા એક યુવકનું તાજા GIDC કટકટ-પાર્ક નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ યુવકને બંધક બનાવી તેના પરિવારજનોને વિડિયો કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ભોગ બનનાર પાસેથી *USDT 9,600/- અને ભારતીય ચલણમાં કુલ 4,99,000/- રૂપિયા* ની ખંડણી પડાવી હતી. આ મામલે ભચાઉ પોલીસે IPC અને IT Act હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ડી.વાય.એસ.પી. શ્રી જે.એન.વાઘેલાની સુચના અને એલ.સી.બી.ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી. આ દરમિયાન પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓને ગાંધીધામ, ભુજ અને અંજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા.

    પકડાયેલા આરોપીઓમા ભરત ભુજા સાપડિયા - રહે. ભુજ,  મોહિત જુવાન ખુમાણ - રહે. તુણા વંદર, માંડવી,વિજયભાઈ ધીરજભાઈ ખુમાણ - રહે. કુબેરનગર, ગાંધીધામ,કુનાલ સમજુભાઈ ખુમાણ - રહે. પટેલ સીટી, અંજાર,રાજાભાઈ હમીરભાઈ ખુમાણ - રહે. વિધાનનગર, ગાંધીધામ.

પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી કાર, 4 મોબાઈલ, રોકડા રૂ. 4,99,000/- અને USDT સહિત કુલ રૂ. 3,30,48,335/ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જપ્ત કરાયેલી કારની કિંમત રૂ. 12,00,000/- આંકવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલા તમામ આરોપીઓ સામે ભચાઉ, માંડવી અને અંજાર પોલીસ સ્ટેશનમાં અગાઉથી પણ અપહરણ, ખંડણી અને પેટ્રોલિયમ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે.

હાલ પોલીસે તમામ આરોપીઓની કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય ઈસમોની તપાસ હાથ ધરી છે.

(2:52 PM IST)