News of Friday, 7th August 2026
મોટાગોપનાથ બ્રહ્મચારી ખાતે સંસ્કૃતિના જતન માટે પ્રસાદ ભવન અને પ્રકૃતિના જતન માટે વૃક્ષારોપણ:પૂ.સીતારામબાપુ
રવિવારે હજારો શિવભક્તો ભોજન પ્રસાદ આરોગશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર જિલ્લાના શ્રધેય તળાજા ના મોટાગોપનાથ ખાતે બે ટ્રસ્ટ કાર્યરત છે.મહંત અને બ્રહ્મચારી જગ્યા. મહંત ટ્રસ્ટ ના મહંત તરીકે પૂ.આત્માનંદ સરસ્વતીબાપુ છે જ્યારે બ્રહ્મચારી જગ્યાના પૂ.સીતારામબાપુ (અધેવાડા) વાળા છે.રાજ્યનું એકમાત્ર આ શિવાલય છે જ્યાં દાયકાઓ થી હરિહર ની હાંકલ પડેછે.સૌરાષ્ટ્ર નો રોટલો મોટો ગણાયછે.રોટલો પીરસવાની પરંપરા નિભાવવા માટે નિર્માણ પામેલ પ્રભુ પ્રસાદ ભવન નું લોકાર્પણ તા.૯ ને રવિવાર ના રોજ સવારે ૧૦ કલાકે રાખેલ છે.
પૂ.સીતારામબાપુ એ જણાવ્યું હતુકે પ્રભુ ના દર્શને આવનાર ને ભોજન પ્રસાદ પીરસવો એ આપણી સંસ્કૃતિછે.આ સંસ્કૃતિ આવનાર વર્ષોસુધી જળવાય રહે તે માટે જૂની ઇમારત ની જગ્યા એ નવું પ્રભુ પ્રસાદ ભવન બનાવવામાં આવ્યુંછે.જેના લોકાર્પણ કાર્યમાં ગોપનાથ મહાદેવ ના ભક્તોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રસાદ આરોગે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જાહેર આમંત્રણ આપવામા આવેલછે.સાથે આ દિવસે પ્રકૃતિના જતન માટે વૃક્ષ હોવા જરૂરી છે આથી વૃક્ષારોપણ કરવામાં આવશે.બીલી અને લીમડો વાવવામાં આવશે.
ઉલ્લેખનીયછેકે મોટાગોપનાથ ની વિશેષતા એછેકે અહીં શ્રાવણ માસ દરમિયાન બ્રહ્મચોર્યાશી નોંધવામાં આવેછે.જેની રકમ સામાન્ય હોય છે.જે વ્યક્તિ ને બ્રહ્મભોજન કરાવવાની ઈચ્છા હોય અને તેના માટે જોઈતી મોટી રકમ ખર્ચી શકતા ન હોયતો ઈચ્છાપૂર્તિ સાથે બ્રહ્મભોજન સાથે દરેક ભક્તોને ભોજન કરાવવા નું પુણ્યઅહીં ચોર્યાશી લખાવી ને મેળવીશકે છે
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
