News of Saturday, 8th August 2026
મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અને ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ ની ઉજવણી અન્વયે સમીક્ષા બેઠક.
કલેક્ટરએ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનારી તિરંગા યાત્રાઓ, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ, તથા જાગૃતિ અભિયાન અન્વયે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનના પાવન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા. ૯ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન તેમજ ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ અન્વયે વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉજવણીના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન કલેક્ટરએ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનારી તિરંગા યાત્રાઓ, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ, તથા જાગૃતિ અભિયાન અન્વયે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
