<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પોરબંદર શ્રી હરિ મંદિરમાં પૂ.ભાઈશ્રીની પ્રેરણાથી કાલે શ્રાવણ ભાદો હિડોળા મનોરથના દર્શન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૮: સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂ.ભાઈશ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પ્રતિદિન બાલકૃષ્‍ણ ભગવાનના હિડોળાના નવા-નવા શૃંગાર દર્શનના મનોરથ કરવામાં આવી રહ્યા છે. એ ઉપક્રમમાં તા.૦૯/૦૮/૨૦૨૬, રવિવારના રોજશ્રાવણ ભાદો હિડોળા મનોરથનું  વિશેષ આયોજન કરવામાં આવેલું છે.  આથી આપ સૌ ભક્‍તોને સાંજે ૪:૩૦ થી ૮:૦૦ સુધી હિડોળા દર્શન તેમજ સાયં આરતીનો લાભ લેવા માટે પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયુ છે.

(10:12 AM IST)