News of Saturday, 8th August 2026
ગોંડલના સડકપીપળીયા- શાપર-વેરાવળમાં બે સ્થળે શંકાસ્પદ ભેળસેળયુકત માવો- પનીરનો જથ્થો પકડાયો
બે ડેરી સહિત ત્રણ સ્થળે રૂરલ એસઓજીના દરોડાઃ ૩.૧૧ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા.૮: ગોંડલના સડક પીપળીયા ગામે અને શાપર-વેરાવળમાં બે સ્થળે રૂરલ એસઓજીએ દરોડો પાડી શંકાસ્પદ ભેળસેળયુકત માવો અને પનીરના જથ્થા સહિતની સામગ્રી કબ્જે કરી કાર્યવાહી કરી છે.
પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય દ્વારા જીલ્લામાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ. હોય જે અનુસંધાને
રૂરલ એસઓજીએ શાપર -વેરાવળમાં જય ખોડીયાર ડેરી એન્ડ પ્રોડકટમાં દરોડો પાડી શંકાસ્પદ ભેળસેળ યુકત દુધમાંથી બનાવેલ શંકાસ્પદ માવો ૫૦૦ ઊ.ગ્રા. જેની કિ.રૂ.૧,૩૫,૦૦૦/- તથા એનાલોગ પનીર આશરે ૪૦ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- તળ મસ્કો આશરે ૫૦ કિ.ગ્રામ જેની કિ.રૂ.૯,૦૦૦/- તથા આર્ટીફીયલ કલર ના વિવિધ ડબ્બા નંગ-૦૪ જેની કી.રૂ.૦૦ કબ્જે કરેલ છે. આ પેઢીના માલીક અશ્વીન કેશુભાઇ સોરઠીયા રે.રાજકોટ અંબીકા ટાઉનશીપ છે. તેમજ શ્રીજી કોર્પોરેશન, શાપર(વે.) ખાતે રેઇડ કરી શંકાસ્પદ માવો ૫૦૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૨૪,૦૦૦/- શંકાસ્પદ મીઠાઇ ૩૫ કિ.ગ્રા. જેની કિ.રૂ.૭,૭૦૦/- તથા દુધ સેપરેટ ૪૦૦ લીટર જેની કિ.રૂ.૧૨,૦૦૦/- તથા આર્ટીફીયલ, કલરના વિવિધ ડબ્બા નંગ-૦૫ કબ્જે કરેલ છે. આ પેઢીના માલીક જયમીનભાઇ દિનેશભાઇ કાનાબાર રે.ગોકુળ રેસીડેન્સી આસ્થા ચોક, ૧૫૦ ફુટ રીંગરોડ રાજકોટ છે.
તેમજ બજરંગ ડેરી, સડક પીપળીયા તા.ગોંડલ. રાજેશભાઇ છગનભાઇ ભુવા જાતે રહે.ગોંડલ, ગુદાળા ફાટક પાસે તા.ગોંડલની ડેરીમાં રેઇડ કરી એનાલોગ પનીર આશરે ૪૦ કિ.ગ્રામ જેની કિ.રૂ.૧૩,૬૦૦/- કબ્જે કરેલ છે. ઉપરોકત ત્રણેય પેઢીઓમાંથી કુલ ૧,૧૬૫ કિ.ગ્રા. જેટલો ખાદ્ય/દુધજન્ય પદાર્થો તથા ૪૦૦ લીટર દુધ સેપરેટ જે તમામની કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૧૧,૩૦૦/- કબ્જે કરી કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી.શાખાના ઇ.ચા. પો.ઇન્સ. જે.પી.રાવ,, તથા પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા, તથા પો.સબ.ઇન્સ. પી.બી.મિશ્રા,, તથા એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી રૂપકબહાદુર બોહરા, પો. હેડ કો. ક્રિપાલસિંહ જાડેજા, મયુરભાઇ વિરડા, નેમીષભાઇ મહેતા, પીયુષભાઇ અઘેરા, પો. કો. વિજયગીરી ગોસ્વામી રણજીતભાઇ ધંધલ, વિપુલભાઇ ગોહીલ, નવદીપભાઇ બાબરીયા, પૃથ્વીરાજસિંહ ડોડીયા, ડ્રા. પો. હેઙ કો. નરશીભાઇ બાવળીયા, દ્વારા કરવામાં આવેલ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
