News of Sunday, 9th August 2026
જામ કલ્યાણપુરના રાવલ ગામેથી કુલ ૧ .૩૬.૪ કિલો ગ્રામ ચરસના જથ્થા સહિત ૨,૬૪,૦૦૧ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકા
બાતમીના આધારે રાવલ ગામના હનુમાન ધાર વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ પાડીને ચરસના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવાયો

(કૌશલ સવજાયાણી દ્વારા ) જામ ખંભાળિયા: નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત, રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા માદક પદાર્થોનું વેચાણ કરતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા વી.એ.રાણા, પોલીસ ઇન્સપેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તેમજ ડી.એ.વાળા તથા વી.એન.શિંગરખીયા પોલીસ સબ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ.
જે અનુસંધાને તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ વી.એ.રાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા તેમજ ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્સપેકટર, એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા નાઓની અલગ અલગ ટીમો સાથે એ.એસ.આઈ.ભીખાભાઈ નગાભાઈ ગાગીયા, કાનાભાઈ રણમલભાઈ માડમ, દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિર્મલભાઈ ભરતભાઈ આંબલીયા, પોલીસ કોન્સ્ટેબલ સુમાતભાઈ જેઠાભાઈ ભાટીયા તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઇ દેવશીભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ લાખાભાઈ કરમુર એ રીતેના પોલીસ કર્મચારીઓ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. લગત કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન રાવલ બસ સ્ટેન્ડ પાસે પહોંચતા સાથેના એ.એસ.આઈ. ભીખાભાઈ નગાભાઈ ગાગીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુમાતભાઇ જેઠાભાઈ ભાટીયાને સયુંક્તમાં ખાનગીરાહે બાતમી હક્તિ મળેલ કે, રાવલ ગામના હનુમાન ધાર વિસ્તારમાં રહેતા રામાભાઈ ચનાભાઈ ગામીએ પોતાના રહેણાંક મકાને માદક પદાર્થ ચરસનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તેવી ચોક્કસ બાતમી હકિકત મળતા, જે હકિક્ત આધારે તમામ કાયદેસરની કાર્યવાહી પુર્ણ કરી, હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા રામાભાઈ સ.ઓ ચનાભાઈ ઘેલાભાઈ ગામી( ઉ.વ.૨૭ ) ધંધો - ખેત મજૂરી,(રહે.રાવલ ગામ, હનુમાન ધાર વિસ્તાર, પાણીના ટાકા પાસે, આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર સામે, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા )નામ વાળો હાજર મળી આવેલ જેને સાથે રાખી ઝડતી તપાસ કરતા કબ્જા ભોગવટાના રહેણાંક મકાને માદક પદાર્થ ચરસનું પેકેટ મળી આવેલ જેનુ કુલ વજન ૦૧ કિલો, ૩૬ ગ્રામ, ૦૪ મીલીગ્રામ કિ.રૂ.૨,૫૯,૦૦૧/- થયેલ. આમ, ઉપરોક્ત આરોપી રામાભાઈ સ.ઓ ચનાભાઈ ઘેલાભાઈ ગામીએ પોતાના આર્થિક ફાયદા માટે પોતાની કબજા ભોગવટાના રહેણાંક મકાને માદક પદાર્થ ચરસ જેનુ કુલ વજન ૦૧ કિલો, ૩૬ ગ્રામ, ૦૪ મીલીગ્રામ, કિ.રૂ.૨,૫૯,૦૦૧/- તથા મોબાઈલ નંગ-૦૧, કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૪,૦૦૧/- ના મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી પકડાઈ જતા એન.ડી.પી.એસ. કલમ ૮(સી), ૨૦(બી) (૨) (સી), ૨૯ મુજબ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી (૧) રામાભાઈ સ.ઓ ચનાભાઈ ઘેલાભાઈ ગામી, ઘેડીયા કોળી, ઉ.વ.૨૭, ધંધો - ખેત મજૂરી, રહે.રાવલ ગામ, હનુમાન ધાર વિસ્તાર, પાણીના ટાકા પાસે, આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર સામે, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા
કબ્જે કરેલ મુદામાલ
(૧) માદક પદાર્થ ચરસ જેનુ કુલ વજન ૦૧ કિલો, ૩૬ ગ્રામ, ૦૪ મીલીગ્રામ, કિ.રૂ.૨,૫૯,૦૦૧/-
(૨) મોબાઇલ નંગ-૦૧, કિ.રૂ.૫૦૦૦/-
કુલ કિ.રૂ.૨,૬૪,૦૦૧/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ :-
(૧) વી.એ.રાણા, પોલીસ ઇન્સ્પેકટર, ઇન્ચા.એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા.(૨) ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા.(૩) દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા, એસ.આઇ ,એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા.(૪) કાનાભાઈ રણમલભાઈ માડમ, એ.એસ.આઇ.,એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા.(૫) ભીખાભાઈ નગાભાઈ ગાગીયા, એ.એસ.આઇ.,એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા.
(૬) નિર્મલભાઈ ભરતભાઈ આંબલીયા, પોલીસ હેડ કોન્સ. એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા.(૭) સુમાતભાઈ જેઠાભાઈ ભાટીયા, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા.(૮) દિનેશભાઈ દેવશીભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા.(૯) જગદીશભાઈ લાખાભાઈ કરમુર, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા.) હતા
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
