<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

બગસરાના હડાળા સીમમાં મહાકાય અજગરે શ્વાનનો કર્યો શિકાર

અજગરે શ્વાનને પોતાના મજબૂત ભરડામાં લપેટીને મોતને ઘાટ ઉતાર્યો

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામની સીમ વિસ્તારમાં એક મહાકાય અજગરે શ્વાનનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. અજગરે શ્વાનને પોતાના મજબૂત ભરડામાં લપેટીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બગસરા પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અજગર દ્વારા શિકાર કરવાની આ બીજી ઘટના બનતાં સ્થાનિકોમાં કૌતુક સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

(10:53 PM IST)