<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

બોટાદના ઢાંકણીયા રોડ પર વિહાવાવ પાસે મહાશક્તિ ડેરી સેન્ટર પર LCBનો દરોડો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કરાયેલી તપાસ દરમિયાન શંકાસ્પદ દૂધ અને પાવડરનો જથ્થો મળ્યો : દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા

બોટાદના ઢાંકણીયા રોડ પર વિહાવાવ પાસે આવેલી મહાશક્તિ ડેરી સેન્ટર પર LCBએ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કરાયેલી તપાસ દરમિયાન શંકાસ્પદ દૂધ અને પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા છે, જ્યારે શંકાસ્પદ પાવડરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પ્રાથમિક બાતમી મુજબ અસલી દૂધમાંથી ક્રીમ કાઢી તેમાં પાણી અને ડેરી પરમીએટ પાવડર ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા છે. જોકે, આ આરોપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લેબોરેટરી રિપોર્ટ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહાશક્તિ ડેરીના સંચાલક સામે LCB દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

(11:12 PM IST)