<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

સિંહ આપણા રાષ્‍ટ્રીય ગૌરવ-અસ્‍મિતાનું અભિન્ન અંગઃ ભૂપેન્‍દ્રભાઇ પટેલ

નરેન્‍દ્રભાઈ મોદીએ નાગરિક સેવાની સાથે વન્‍યપ્રાણી-પ્રકળતિ સંવર્ધનનો વિચાર આપ્‍યો છે જેને ગુજરાતે સાકાર કર્યો છેઃ સૌરાષ્‍ટ્રના ૧૧ જિલ્લામાં સિંહની વધતી જતી વસ્‍તીએ માત્ર એક આંકડો નથી પરંતુ વનરાજોના વૈભવના વારસા અને ગૌરવને જાળવી રાખવાની જનભાગીદારી સાથેના સરકારના સંકલ્‍પ સહિતના સંવર્ધનકારી પ્રયાસોનું પરિણામઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ : ૧૪૩ વર્ષ પછી બરડામાં સિંહોનો પુનઃ વસવાટ થતા ગીર બાદ કોસ્‍ટલ એરિયામાં ટુરીઝમ સાથે ઇકો સિસ્‍ટમ મજબૂત બનશેઃ જો વન્‍યસૃષ્ટિ ટકશે તો જ માનવજાત ટકી શકશેઃ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાઃ પોરબંદરમાં વિશ્વ સિંહ દિવસની રાજ્‍યકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણીમાં મુખ્‍યમંત્રી વર્ચ્‍યુઅલી જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૧:  એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગળતિ કેળવવાના ઉદ્દેશ્‍ય સાથે તા.૧૦ ઓગસ્‍ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ,જેના ભાગરૂપે પોરબંદર ખાતે તાજાવાલા હોલમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્‍યક્ષસ્‍થાને ‘વિશ્વ સિંહ દિવસ'ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ વર્ચ્‍યુઅલી જોડાયા હતા અને સિંહોના સંરક્ષણ, સંવર્ધન તેમજ વન્‍યજીવ અને પર્યાવરણના જતન અંગે માર્ગદર્શન આપ્‍યું હતું.

વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલે  દેશ-દુનિયાના સિંહપ્રેમીઓ અને પ્રકળતિપ્રેમીઓને શુભેચ્‍છાઓ પાઠવતા જણાવ્‍યું હતું કે, સિંહ આપણા રાષ્‍ટ્રીય ગૌરવ અને અસ્‍મિતાનું અભિન્ન અંગ છે. રાષ્‍ટ્રમુદ્રા પર અંકિત સિંહોની કળતિ આપણા ગૌરવનું પ્રતીક છે. સમગ્ર વિશ્વમાં મુક્‍ત અવસ્‍થામાં વસતા એશિયાટિક સિંહોનું ઘર માત્ર ગુજરાત છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી ગુજરાત માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ હંમેશા પ્રકળતિ, પર્યાવરણ અને વન્‍યજીવોના સંરક્ષણને મહત્‍વ આપ્‍યું છે. વિકાસ અને પર્યાવરણ એકબીજાના પૂરક બને તેવા વડાપ્રધાનશ્રીના વિઝનને ગુજરાત સરકારે આગળ ધપાવ્‍યું છે. રાજ્‍યમાં વિકાસના મોટા નિર્ણયો અને પ્રોજેક્‍ટ્‍સ સાથે પર્યાવરણ અને જૈવવિવિધતાના સંરક્ષણને પણ સમાન મહત્‍વ આપવામાં આવી રહ્યું છે.

વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ સિંહોના સંરક્ષણ અને બરડા વિસ્‍તાર અંગે જણાવ્‍યું હતું કે, સિંહ સમગ્ર વિશ્વ માટે અજાયબી સમાન છે અને એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્‍થાન હોવાનું ગૌરવ ભારત અને ખાસ કરીને ગુજરાતને મળ્‍યું છે. ગીર આસપાસના વિસ્‍તાર બાદ બરડા હવે સિંહોનું બીજું ઘર બની રહ્યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, વન વિભાગ, સ્‍થાનિક માલધારીઓ અને પ્રજાજનોના સહિયારા પ્રયાસોના પરિણામે આજે ગીર અને ગીર બહારના વિસ્‍તારોમાં સિંહોની વસ્‍તી ૮૯૧ સુધી પહોંચી છે. ૧૪૩ વર્ષના લાંબા સમયગાળા બાદ વનનો રાજા સિંહ પુનઃ બરડા અભયારણ્‍યમાં પ્રવેશી ચૂકયો છે. વર્ષ ૨૦૨૩માં પ્રથમ સિંહના આગમન બાદ આજે બરડા વિસ્‍તારમાં ૨૬ સિંહોનો પરિવાર વસવાટ કરી રહ્યો છે.

પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્‍ય  મુળુભાઈ બેરાએ પર્યાવરણ જતન અને પ્રવાસન વિકાસ પર ભાર મૂકયો હતો. તેમણે વન વિભાગના કર્મચારીઓની કામગીરી તેમજ સ્‍થાનિક માલધારી સમુદાયના સહયોગને બિરદાવ્‍યો હતો.

અગ્ર મુખ્‍ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્‍ટ ફોર્સ ડો. જયપાલ સિંઘે સિંહ સંરક્ષણ માટે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પેટ્રોલિંગ બાઈક અને રેસ્‍કયુ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત નવનિર્મિત પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, વન અધિકારીશ્રી તથા વનપાલ અને વનરક્ષકોના આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. તેમજ વન્‍યપ્રાણી વર્તુળ, જૂનાગઢના નિર્માણાધીન વિવિધ બાંધકામ પ્રકલ્‍પોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્‍યું હતું.

‘વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે પોરબંદર સહિત સૌરાષ્‍ટ્રના ૧૧ જિલ્લાઓમાં વન્‍યજીવ સંરક્ષણ, સિંહોના સંવર્ધન, માનવ-વન્‍યજીવ સહઅસ્‍તિત્‍વ અને પર્યાવરણ જતન અંગે જનજાગળતિ ફેલાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વન અને પર્યાવરણ વિભાગના રાજ્‍યકક્ષા મંત્રી પ્રવીણભાઈ માળી ગાંધીનગર ખાતેથી વર્ચ્‍યુઅલી જોડાયા હતાં પોરબંદર ખાતે યોજાયેલા ‘વિશ્વ સિંહ દિવસ'ના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્‍ય મુળુભાઈ બેરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી,જિલ્લા કલેક્‍ટર એસ.ડી. ધાનાણી, મુખ્‍ય વન સંરક્ષક રામરતન નાલા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો, અધિકારીઓ, અગ્રણીઓ તથા વન વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:54 AM IST)