<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે રીક્ષા પલ્‍ટી ખાતા પીપળીયારાજના યુવાનનું મોત

અકસ્‍માતમાં પીપળીયારાજ ગામના બે યુવાનોને ઇજા

તસ્‍વીરમાં મોતને ભેટેલ યુવાનનો મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીરઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૧૧: વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ઇબીઝા સીરામીક નજીક મોરબી આરટીઓ કચેરી ખાતેથી પોતાનું કામ પુર્ણ કરીને સીએનજી રીક્ષામાં  પરત ફરી રહેલા પીપળીયા રાજ ગામના ત્રણ યુવાનને અકસ્‍માત નડયો હતો. જેમાં એકનું મોત થયું હતું. જયારે બેને ઇજા થઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ ડબલ્‍યુ ૩૦૯૩ અચાનક રોડ પરથી નીચે ઉતરી જઇને પલ્‍ટી ખાઇ ગઇ હતી. જેમાં પીપળીયારાજ ગામના ૩ર વર્ષીય યુવાન અક્રમરજા અબ્‍દુલભાઇ ભોરણીયાનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.જયારે તેમની સાથે રીક્ષામાં મુસાફરી કરી રહેલા અન્‍ય બે યુવાનો સાકીર નજરૂદીનભાઇ ભોરણીયા (ઉ.વ.૩ર) અને મકસુદ ફકરૂદીન કડીવાર (ઉ.વ.૩ર) બંને રહે. પીપળીયારાજને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્‍કાલીક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્‍પીટલ ખસેડવામાં આવ્‍યા છે. બનાવને પગલે પીપળીયા રાજ ગામમાં ભારે શોકની કાલીમાં છવાઇ ગઇ છે.

(11:05 AM IST)