News of Tuesday, 11th August 2026
જો મોરબી જળ પ્રલય વેળા મચ્છુ-ર ડેમની સાઇડ ડેમેજ ન થઇ હોત તો વાંકાનેરમાં જળ હોનારત સર્જાત
વાંકાનેર અને મચ્છુ-૧ ડેમ ના ઉપરવાસમાં ચાર દિ'થી સતત ભારે વરસાદને પગલે એ બધો જ પાણીનો રૌદ્ર પ્રવાહ મચ્છુ-ર તરફ પહોંચતા મોરબીમાં જળ પ્રલય સર્જાયેલો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૧ :.. મોરબી જળ હોનારત ને ૪૭ વર્ષ વિતી ગયા પણ સ્મરણો હજુ પણ બેચેન બનાવી મુકે તેવા છે. મોરબી જળ હોનારત ના ક્રુર કુરદતી થપાટ ના મુળમાં વાંકાનેર અને વાંકાનેર પાસેના મચ્છુ-૧ ડેમના ઉપરવાસના સતત ભારે વરસાદ મુખ્ય કારણો પૈકીના હતા. કારણ કે વાંકાનેર પાસેનો મચ્છુ -૧ ડેમ ભયાવહ રીતે ઓવર ફુલો થઇ રહ્યો હતો આ બધુ જ પાણી મોરબીના મચ્છુ-ર ડેમ તરફ વહી રહ્યા હતું. વાંકાનેરમાં સતત ચાર દિ'થી વરસાદ વરસી રહ્યો હતો. જે દિવસે મોરબી હોનારત થઇ ત્યારે મચ્છુના ઉપરવાસ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો હતો.
વાંકાનેરની પતાળીયા નદી અને મચ્છુ નદીનું સંગમ સ્થળ વાંકાનેર હોઇ, મચ્છુ નદી ભયાનક સપાટીએ વહી રહી હતી તેના કારણે પતાળીયા નદીનું પાણી રોકાઇ જઇ વાંકાનેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ રહ્યા હતાં. લોકો ભયભીત હતાં. મચ્છુ નદીની સપાટી કેટલી ઉંચાઇ એ વહી રહી હતી તેનો અંદાઝો એ પરથી નીકળે છે કે તે સમયે વાંકાનેરનો મચ્છુ નદી પરનો જુનો રેલ્વે પુલના પણની લગોલગ પણ વહી રહ્યા હતું. શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં એક થી દોઢ ફુટ પાણી મચ્છુ નદીનું જોવા મળી રહ્યા હતું. મચ્છુ નદીની આટલી ઉંચી સપાટી ન તો કોઇ ભૂતકાળમાં જોઇ હતી કે ન તો હાલના સમય સુધીમાં જોવા મળી છે.
વાંકાનેર ડૂબી રહ્યુ હતું. નળ હોનારત સર્જાવાની ભીતિ લોકો ચર્ચા રહ્યા હતાં.
પણ ત્યાં જ પાણી ઓસરવા માંડયુ હતું. જે નવાઇ પમાડનારૂ હતું. પછી મોટો સમાચારો વહેતા થયા કે મોરબી મચ્છુ-ર ડેમની સાઇડના પાળા તૂટી ગઇ પાણીનો રાક્ષસી ધસમસતો પાણી પ્રવાહ મોરબી શહેરમાં ઘુસતા ત્યાં પ્રલય સર્જાવાને કારણે વાંકાનેરમાં પાણી ઓસરવા માંડયુ હતું.
આમ મોરબી જળ હોનારત જો સર્જાઇ ન હોત તો વાંકાનેરમાં આ દિવસે જળ પ્રલય સર્જાત. અને મોરબી જન હોનારત ના મૂળમાં વાંકાનેર તથા મચ્છુ-૧ ડેમ ઉપરવાસ ના સતત ભારે વરસાદના કારણે આ જળ હોનારત સર્જાઇ હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
