<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

કોટડાસાંગાણીના હડમતાળા જીઆઇડીસીમાં ગાંજાના જથ્‍થા સાથે પરપ્રાંતીય શખ્‍સ પકડાયો

ગાંજાની પ્રથમ ખેપ મારી'ને પોલીસે ઝડપી લીધો

રાજકોટ, તા., ૧૧: કોટડાસાંગાણી પોલીસે હડમતાળા જીઆઇડીસી દરોડો પાડી ગાંજાના જથ્‍થા સાથે પરપ્રાંતીય શખ્‍સને ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્‍સ બિહારથી ગાંજાની પ્રથમ ખેપ મારીને આવ્‍યો હતો અને પોલીસની નજરે ચડી ગયો હતો.

મળતી વિગતો મુજબ હડમતાળા જીઆઇડીસીમાં આવેલ કોસ્‍મોસ ટેકનોકાસ્‍ટની કારખાનાની સામે રોડ પર કોટડા સાંગાણીના પીએસઆઇ એસ.આર.ગોહીલ તથા સ્‍ટાફ.ે વોચ ગોઠવી રીતેશકુમાર સ.ઓ. મહાબીર મંડલ (ઉ.વ.૩૦) રહે. હાલ હડમતાળા જીઆઇડીસી કોસ્‍મોસ ટેકનોકાસ્‍ટના કારખાનાની ઓરડીમાં રૂમ નં. ૧૭ તા. કોટડા સાંગાણી જી. રાજકોટ મુળ રહે. સોનુડીહ, સૈનો,  જી. ભાગલપુર બિહાર રાજયને કોઇ પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે વનસ્‍પતિજન્‍ય ગાંજાના ઘટકોવાળો માદક પદાર્થનો જથ્‍થો કુલ વજન ૦.૭૭પ ગ્રામ કિ. રૂા. ૩૮,૭પ૦ તથા મોબાઇલ ફોન નગ-૧ તથા સીમકાર્ડ નંગ-૧ સહીતની કિ. રૂા. ર૦૦૦ મળી કુલ મુદામાલ રૂા. ૪૦,૭પ૦ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

પકડાયેલ રિતેશકુમાર ૧પ દિ' પુર્વે જ બિહારથી મજુરીકામ માટે આવ્‍યો ત્‍યારે ગાંજાનો જથ્‍થો વેચાણ માટે લાવ્‍યાની કબુલાત  આપી હતી.

(11:24 AM IST)