<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ખંભાળીયા ઘી ડેમમાં ‘સૌની' યોજનાનું પાણી ફરી ચાલુ થતા હાશકારો

આમ આદમી પાર્ટીનાં નિવેદનને ઝટકો લાગ્‍યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૧: સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્‍યો મુળુભાઇ બેરા, પબુભા માણેક વિ.ની રજુઆતોના પગલે ગઇકાલ રવિવારે જ ઘી ડેમ પાસે સૌની યોજનાનું પાણી શરૂ કરાયેલ અને ધારાસભ્‍ય તથા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વધામણા પણ થયેલા આ પાણી બપોરે બંધ થઇ જતાં આમ આદમી પાર્ટીએ નાટક ગણાવી પ્રહારો કર્યા હતા. પણ ગઇકાલે જ ફરી આ પાણી ચાલુ થઇ જતાં આપ પાર્ટીના નિવેદનોને ઝાટકો લાગ્‍યો છે.

ઘી ડેમ પાસે કોટા પાસેથી શરૂ થયેલું સૌની યોજનાનું પાણી કોટા પછી માંઝા અને ભટગામ પણ આવવાનું શરૂ થતાં ગ્રામ્‍ય વિસ્‍તારની જનતામાં આનંદની લાગણી ફેલાઇ છે.

(12:54 PM IST)