તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 11th August 2026
રાજુલાના ચાંચ ગામે જુના મનદુઃખના કારણે પરીવારજનો ઉપર હુમલો
૧૦ શખ્સોએ તલવાર, છરી, પાઈપ, લાકડી જેવા હથિયારો સાથે હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૧: રાજુલા તાલુકાના ચાંચગામે દાડમા વિસ્તારમાં લખમણભાઈ નાનજીભાઈ ગુજરીયા ઉ.વ.૫૨ ના દિકરા દિપકસાથે આરોપીઓને માથાકુટ થયેલ. જે અંગે લખમણભાઈએ અજય બટુકભાઈ ગુજરીયાના ઘરે જઈ ઠપકો આપેલ. જેથી આરોપીઓને સારૂ નહી લાગતા તા.૭-૮ના રાત્રિના ૭:૪૫ કલાકે અજય બટુકભાઈ ગુજરીયા, સંજય ભરતભાઈ ગુજરીયા, વિજય ભરતભાઈ ગુજરીયા, હાર્દિકહિંમતભાઈ શીયાળ, યશ રામજીભાઈ ગુજરીયા, જીગરવિષ્ણુભાઈ ચૌહાણ, જીગ્નેશ ઉર્ફે એકકીડની ગોલણભાઈ શીયાળ, કમલેશ ગૌતમભાઈ ગુજરીયા, યુવરાજવનરાજભાઈચૌહાણ રહે.ચાંચ, નિતીન ગુજરીયા રહે. ખેડાવાળાઓએ એકસંપ કરી હાથમાં તલવાર, છરી, પાઈપ અનેલાકડી જેવા હથિયારો ધારણ કરી લખમણભાઈના ઘરમાં ઘુસી જઈ લખમણભાઈ તથા તેના પરીવારજનો ઉપર હુમલો કરી ફેકચર તથા ટાંકા આવે તેવી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ મુંઢમાર મારી જેમફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લખમણભાઈના ઘર પાસે પડેલ ત્રણ બાઈકને નુકશાન કરી ગુનો કર્યાની પીપાવાવ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રૌઢા ઉપર હુમલો
રાજુલા તાલુકાના ચાંચ ગામે લખમણભાઈ નાનજીભાઈ ગુજરીયાના મકાન પાસે મમતાબેન વિષ્ણુભાઈ ચૌહાણ ઉ.વ.૪૨ ગામમાં જાન જોવા માટે ગયેલ હોય. તેદરમ્યાન તેમને જાણવા મળેલ કે પોતાના દિકરા જીગર તથા તેમના મિત્રોને દાડમાં વિસ્તારમાં મારામારી થયેલ . જેથી મમતાબેન પોતાના દિકરા જીગરને લેવા જતા ત્યાં મમતાબેન પોતાના દિકરા જીગરનેછોડાવા જતા લાલજી કાળુભાઈ ગુજરીયાએ મમતાબેનને માથાના ભાગે કુહાડીનો એક ઘા મારી ૮ જેટલાટાંકાની ઈજા કરી પછાડીદઈ દિલુ લખમણભાઈ ગુજરીયા તથા દિપક લખમણભાઈ ગુજરીયાએ જીગરને ઢીકાપાટું વડે મારમારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ઘમકી આપ્યાની પીપાવાવ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મઢડા ગામે યુવાન ઉપર હુમલો
સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે વલકુભાઈ નાનાભાઈ જાંજડા ઉ.વ.૩૭ના ખેતરમાં રવજીભીખાભાઈ ભાલીયાના માલઢોર અવાર નવાર આવી જતા હોય. જેથી વલકુભાઈ રવજીને ઠપકો આપતા સારૂ નહી લાગતા ગાળો બોલી પાવડાનો એક ઘા કપાળના ભાગે મારમારી ચાર ટાંકાની ઈજા કરી ગુનો કર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
યુવાન ઉપર હુમલો
જાફરાબાદ મરીનના પીપાવાવ પોર્ટની જેટીએ શીયાળબેટના ધનજીભાઈ ઢીસાભાઈ શીયાળને થોડા દિવસ પહેલા આરોપીઓ સાથે બોટમાં પેસેન્જર ભરવા બાબતે કોર્ટની જેટી પર બોલાચાલી થયેલ હોય. જેનું મનદુઃખ રાખી શીયાળબેટની જેટી ઉપર બીજલ રવજીભાઈ બારૈયાએ બીજલભાઈ રવજીભાઈ શીયાળની બોટપાસે આવી તેના ભાઈ નરશીભાઈને વાસની લાકડી મારી થોડીવાર પછી રમેશભાઈ ગીગાભાઈ બારૈયા, ધીરૂ ગીગાભાઈ શીયાળે પણ બોટ પાસે આવી ધનજીભાઈ શીયાળની બોટમાંથી લાકડી કાઢી નરશીભાઈને લાકડીથી ધકકો મારી પછાડી દઈ જમણા ખંભે ઈજા કરી બાદ થોડીવાર પછી ધર્મેશ શાર્દુળભાઈ શીયાળ, રામ નથુભાઈ શીયાળનો દિકરો બંને થનજીભાઈની બોટનું દોરડું જેટી તરફ ખેંચી જેટીએ બાંધવા પ્રયત્ન કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
