<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મહુવાના ખરેડ-ગઢડા રોડ પર પીડીલાઇટના દાણા બનાવવાના કારખાના પાસે કચરો ભરવા માટે રાખેલ જે.સી.બીની ચોરી કરનાર ઝડપાયા :૨૫,૩૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

’ત્રણ ઇસમો આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું પીળા કલરનું જે.સી.બી. લઇને હાઇ-વેથી નેસવડ ચોકડી તરફ જતા રસ્તાની ડાબી બાજુ ઉભા છે અને તેના કબ્જામાં જે.સી.બી. છે તે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકાના આધારે પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો

(મેધના વિપુલ હિરાણી-રહીમ વસાયા દ્વારા)ભાવનગર-મહુવા તા.૧૧ : પોલીસ મહાનિરીક્ષક  રાજેન્દ્દ વી.અસારી,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ હતી.

 ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર, મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, ’’ત્રણ ઇસમો આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું પીળા કલરનું જે.સી.બી. લઇને હાઇ-વેથી નેસવડ ચોકડી તરફ જતા રસ્તાની ડાબી બાજુ ઉભેલ છે. તેઓના કબ્જામાં જે.સી.બી. છે તે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.’’ જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં મુદ્દામાલ અંગે કોઇ આધાર કે બિલ હોય તો રજુ કરવા કહેતાં તેની પાસે કોઇ આધાર કે બિલ નહિ હોવાનું અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.જે નીચે મુજબનો મુદ્દામાલ તેણે કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલકત તરીકે કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવેલ. આ મુદ્દામાલ અંગે તેની વધુ પુછપરછ કરતાં ’’આ જે.સી.બી. તેઓએ મહુવા, ખરેડ ગઢડા રોડ પર આવેલ પીડીલાઇટનું દાણા બનાવવાનું કારખાનું આવેલ છે ત્યા કચરો ભરવા માટે જે.સી.બી. રાખેલ હતુ તે તા.૭/૦૮/૨૦૨૬ના રોજ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ ચોરી કરી મહુવાથી જાળીયા વિસ્તારમાં સીમમાં મુકી આવેલ અને તે જે.સી.બી. મહુવામાં કોઇ જગ્યાએ સંતાડવા માટે લઇને અહિ ભેગા થયેલ હોવાની કબુલાત કરેલ.

 તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.આરોપી ગણપત રવજીભાઇ જોળીયા ઉ.વ.૩૨ રહે.દુધાળા-૧,વાડી વિસ્તાર, તા.મહુવા જી.ભાવનગર, રાજુ ઉર્ફે પપ્પુ રણછોડભાઇ મકવાણા ઉ.વ.૨૬ રહે.પ્રાથમીક શાળાની પાસે, અગતરીયા, તા.મહુવા જી.ભાવનગર,મનીષ કનુભાઇ જોળીયા ઉ.વ.૨૨ રહે.વાડી વિસ્તાર,દુધાળા-૧,તા.મહુવા જી.ભાવનગરની ધરપકડ કરી છે.

કબ્જે કરેલ મુદ્દામાલ પીળા કલરનું આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-HAR3DXX4L03481269 તથા એન્જીન નંબર-H00445709નું જે.સી.બી. ની કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/-,મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૫,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ. 

શોધી કાઢવામાં આવેલ ગુન્હો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૬૦૫૧૦ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમઃ- ૩૦૩(૨),૫૪ મુજબ.

    આ કામગીરી પોલીસ ઇન્સ.  મયુરધ્વજસિંહ એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. આર.એ.વાઢેર, શ્રી વી.સી.જાડેજા, પી.ડી.ઝાલા તથા સ્ટાફના દિલુભાઇ આહિર, અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, શૈલેષભાઇ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા,ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઇ બારૈયા,વિશ્વજીતસિંહ ઝાલાએ કરી હતી.

(4:28 PM IST)