News of Wednesday, 12th August 2026
વિશ્વ સિંહ દિવસે માણાવદર લાયન્સ કલબ સ્કૂલ દ્વારા રેલી યોજાઇ

માણાવદરઃ શહેરમાં સૌથી જુની અને શૈક્ષણિક ક્ષેત્રો ડંકો વગાડનાર લાયન્સ કલબ સ્કૂલ વિદ્યાર્થીઓ ટીચરો N.S.S દ્વારા ગુજરાતના ગૌરવ સમા વિશ્વ સિંહ દિવસ નિમિતે જંગી રેલી યોજાઇ હતી જેમાં ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં અને દુનિયામાં સર્વે શ્રેષ્ઠ સિંહનો વિકાસ સાચવણી જાળવણી માટે પ્રસિધ્ધ ગીર વિસ્તારમાં ફોરસ્ટ વિભાગ સરકાર દ્વારા કામગીરી કરે છે. જેના કારણે ઘર આંગણે સિંહ દર્શન કરી શકે છે. વિશ્વસિંહ દિવસ નિમિતે જંગી રેલી કાઢી સિંહનું મહત્વ લાયન્સ સ્કૂલના પ્રિન્સીપાલએ જણાવ્યું હતું. રેલીમાં લાયન્સ સ્કૂલ ટ્રસ્ટીઓ સ્ટાફ, નાગરીકો જોડાયા હતા.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
