<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

કાલથી ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભઃ ભક્‍તિ, ભાવ સાથે છવાયો ઉત્‍સાહ

શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ દસ દિવસીય દશામાના વ્રતનો પ્રારંભઃ બજારમાં મૂર્તિ ખરીદી માટે માઇભક્‍તોની ભીડ

 

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે  દશામાના દસ દિવસીય વ્રતનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આ પવિત્ર અવસરે શ્રદ્ધાળુ બહેનો દ્વારા અત્‍યંત ઉત્‍સાહ અને ભાવભક્‍તિ સાથે વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્‍તિમય બની ગયું છે.

ભાવનગર માં વ્રતની પૂર્વસંધ્‍યાએ બજારમાં માઇભક્‍તોની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. બહેનો પોતાના ઘરે દશામાની પધરામણી કરાવવા માટે સાસરેથી ઉમંગ અને યોજિત માતાજીની રંગબેરંગી મૂર્તિઓની ઉત્‍સાહભેર ખરીદી કરી રહી છે.

માતાજીની ઘરમાં સ્‍થાપના કર્યા બાદ દસ દિવસ સુધી દરરોજ સવાર-સાંજ આરતી, વિશેષ પૂજા અને વિવિધ પ્રકારના ભોગ તથા પ્રસાદ કરવામાં આવશે. આ દિવસો દરમિયાન બહેનો દ્વારા મા દશામાના ગુણગાન ગાતા ભક્‍તિભાવ પદ કીર્તન કરવામાં આવશે. વ્રતની ઓળખ એટલે કે દસમા દિવસે બહેનો દ્વારા આખી રાતનું જાગરણ કરવામાં આવશે, જેમાં મા ના ગરબા અને પૂજા-અર્ચના થશે. ત્‍યારબાદ ૧૧મા દિવસે પવિત્ર જળમાં મૂર્તિનું ભાવભીના હૃદયે વિસર્જન કરવામાં આવશે. આમ, શ્રાવણ માસની શરૂઆતે જ ભક્‍તો ભાવ, ભક્‍તિ અને આનંદથી દશામાના વ્રતની ઉજવણી કરશે

(10:57 AM IST)