<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

૬ લાખના ૧૨ કિલો સુકા ગાંજા સાથે શિહોરમાં ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨: એસ.ઓ.જી. ના પોલીસ ઇન્‍સપેક્‍ટરના માર્ગદર્શન હેઠળ પો.કોન્‍સ. ભરતભાઇ રાઠોડને મળેલી બાતમીના આધારે શિહોર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગુંદાણા વિસ્‍તારમાં આવેલ રામનગર ખાતે મકાનમાં રેઇડ પાડવામાં આવી હતી. આ દરમાયાન ગુંદાણા રામનગર ખાતે રહેતા દિપક ઉર્ફે દિપો નારણભાઇ ચૂડાસમા (ઉ.વ. ૫૦) ના ઘરેથી કુલ ૧૧.૯૯૦ કિલોગ્રામ સુકા ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૫,૯૯,૫૦૦/- થાય છે. પોલીસે આરોપી દિપક ઉર્ફે દિપો ચૂડાસમાની અટકાયત કરી એન.ડી.પી.એસ.  એક્‍ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિહોર પોલીસ સ્‍ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. ના પી.આઈ. ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. મહાવીરસિંહ ગોહિલ, બલવીરસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હરેશભાઇ ઉલવા, હેડ કોન્‍સ્‍ટેબલ જયવીરસિંહ ચૂડાસમા, પોલીસ કોન્‍સ્‍ટેબલ ભરતભાઇ રાઠોડ, અલ્‍ફાઝભાઇ વોરા, ઘનશ્‍યામભાઇ હુંબલ, પાર્થભાઇ ધોળકિયા, મિનાજભાઇ ગોરી, નિલમબેન વિરડીયા તેમજ ડી.પી.સી. હરેશભાઇ મકવાણા અને સુરેન્‍દ્રસિંહ ગોહિલ જોડાયા હતા

(11:34 AM IST)