News of Wednesday, 12th August 2026
પોરબંદર મહાપાલિકાના ભાજપના કોર્પોરેટર સામે પ્રાથમિક સુવિધા મામલે મહિલાઓનો રોષ :વિડીયો વાયરલ
મહિલાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં પ્રાથમિક પાયાની સુવિધાઓ પણ મળતી નથી

પોરબંદર મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર ૨ ના ભાજપના કોર્પોરેટર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે રસ્તો ખોદી નાખવામાં આવતાં ભારે હાલાકી ભોગવી રહેલી સ્થાનિક મહિલાઓ તેમના પર બગડી હતી અને તેમનો ઉધડો લીધો હતો. મહિલાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં પ્રાથમિક પાયાની સુવિધાઓ પણ મળતી નથી અને અન્ય સ્થાનિક કોર્પોરેટરો પણ આ ગંભીર સમસ્યાઓ પ્રત્યે કોઈ ધ્યાન આપતા નથી. સ્થાનિકોના આક્રોશનો આ વિડીયો હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
