<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

સૌરાષ્‍ટ્રમાં વરસાદી વિરામ લાંબો ચાલશે? આજથી સૌરાષ્‍ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટતું જશે

બંગાળની ખાડીમાં ફરી નવી સીસ્‍ટમ ઉદ્‌ભવી છે તેમ છતાં

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૩: થોડા દિવસ પૂર્વે બંગાળની ખાડીમાં ઉદ્‌ભવેલી લો પ્રેશર સીસ્‍ટમથી હાલ સુધી રાજયના દક્ષિણ અને ઉત્તર પૂર્વના વિસ્‍તારોમાં વરસાદ જોવા મળ્‍યો પણ હવે વરસાદી વિરામ લંબાય તેવું જણાઇ રહ્યું છે.

સ્‍કાયમેટના વી. પી. મહેશ પલાવત સૌરાષ્‍ટ્ર વિષે જણાવે છે કે, આથથી સૌરાષ્‍ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટતું જશે.

બંગાળની ખાડીમાં ઉદ્‌ભવેલી નવી સીસ્‍ટમ લો પ્રેશર બની હાલ પ. બંગાળ અને ઓડિસામાં વરસાદ વરસાવી રહી છે. તે કદાચ ડીપ્રેશન કેટેગરીએ પણ મજબુત બને તેવી પણ સંભાવના વ્‍યકત કરાઇ રહી છે.

આ નવી સીસ્‍ટમના ટ્રેક (દિશા) અંગે મહેશ પલાવત જણાવે છે કે, આ સીસ્‍ટમ પヘમિ તરફ ગતિ કરી ગુજરાત તરફ આવે તેવી સંભાવના નથી પણ આ નવી સીસ્‍ટમ ઉત્તર પヘમિ તરફ ગતિ કરશે જેથી આ સીસ્‍ટમનો વરસાદી લાભ મહારાષ્‍ટ્ર-ગુજરાતને મળશે નહીં.

સૌરાષ્‍ટ્રમાં સીસ્‍ટમના અભાવે વરસાદી વિરાસ લંબાઇ શકે છે. આ હાલના લોંગ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સના આધારે કહેવાઇ રહ્યુ઼ં છે આવનારા દિવસોમાં સીસ્‍ટમના ટ્રેકમાં કોઇ ફેરફાર થાય તો સ્‍થિતિમાં પરીવર્તનો સંભાળી શકે છે

(1:34 PM IST)