<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

બ્રહ્માકુમારીઝ અમરેલી દ્વારા ૮૦માં રાજયકક્ષાના સ્‍વાતંત્ર પર્વની ઉજવણીમાં ૩૫ હાઈસ્‍કુલોના ૬૭૨૦ યુવા વિદ્યાર્થી ભાઈ બહેનોએ નશા મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા

 

અમરેલીઃ ૮૦માં રાજયકક્ષાનો સ્‍વાતંત્ર પર્વની ઉજવણી નિમિતે બ્રહ્મ ાકુમારીઝ અમરેલી ધ્‍વારા અમરેલી શહેરની તથા ગ્રામ્‍ય વિસ્‍તારની ૩૨ હાઈસ્‍કૂલ તથા હાયર સેકન્‍ડરી સ્‍કુલોમાં રૂબરૂ જઈને ૬૭૨૦ યુવા વિદ્યાર્થી ભાઈ બહેનોને આત્‍મવિશ્વાસ,આત્‍મશકિત, અને સકારાત્‍મક વિચારસરણી વિકસે તેવા હેતુથી ઉઠો જગત કે વાસ્‍તે તથા ૧૦ કરોડ નશા મુક્‍ત ભારત અભિયાન પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત કાર્યક્રમો શરૂ છે. વડાપ્રધાનના ૧૦ કરોડ યુવાઓને નશા મુકત ભારત અભિયાન ધ્‍વારા ૧૦ કરોડ વિદ્યાર્થી ભાઈ બહેનોને નશાથી થતા શારિરીક માનસિક અને સામાજિક નુકશાન અંગે જાગળત કરી નશા મુકત જીવન જીવવાની પ્રતિજ્ઞાઓ શાળાઓમાં રૂબરૂ જઈ ૬૭૨૦ વિદ્યાર્થી ભાઈ બહેનોને લેવડાવેલ છે. આ સમગ્ર અભિયાનમાં શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોનો સહયોગ મળી રહ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમરેલી સેવા કેન્‍દ્રના મુખ્‍ય સંચાલિકા ગીતાબહેન તથા બ.કુ. કિંજલબેનના માર્ગદર્શન તળે બ્ર.કુ, તળપ્તીબેન, બ.કુ, કંચનબેન, બ.કુ. અર્ચનાબેન બ.કુ. મિતાલીબેન, બ.કુ, વસુધાબેન, બ.કુ. ખુશીબેન, બ્ર.કુ. આઈ.પી. બારડ, બ.કુ. પ્રવિણભાઈ સેજુ તથા બ્રહ્માકુમારીઝ અમરેલીના ભાઈ બહેનો સેવા આપી રહ્યા છે. તેમ ફિલ્‍ડ રીપોટર બ્ર.કુ. આઈ.પી.બારડની યાદી જણાવે છે.(તસ્‍વીર- અરવિંદ નિર્મળ- અમરેલી)

(1:23 PM IST)