News of Friday, 14th August 2026
રાજપર ગામે ઓધા તળાવથી કંડક્ટર તળાવને જોડવાના કામ માટે 52 લાખ મંજૂર.
5000 વીઘા જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે: તાલુકા પંચાયત પ્રમુખ અને ગ્રામજનોએ ધારાસભ્ય અને સરકારનો આભાર માન્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના રાજપર ગામના ખેડૂતો અને ગ્રામજનો માટે એક અતિ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજપર ગામે આવેલા 'ઓધા તળાવ'થી 'કંડક્ટર તળાવ'ને જોડવાના મહત્વકાંક્ષી કામ માટે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી રૂપિયા 52 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.
આ કામગીરી પૂર્ણ થવાથી રાજપર ગામની આશરે 5000 વીઘા ખેતીની જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. પરિણામે આ વિસ્તારના ભૂગર્ભજળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે, જેથી તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. આ નિર્ણયને કારણે રાજપર ગામના સમગ્ર ખેડૂત સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે.
રાજપર ગામના જ વતની અને મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તુલસીબેન કેતનભાઈ મારવણીયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કેતનભાઈ મારવાણીયા, લીલાલહે૨ ગ્રુપ તેમજ ગામના આગેવાનો અને ખેડૂતોએ આ લોકઉપયોગી કાર્ય માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગામના ખેડૂતોએ આ પ્રજાલક્ષી નિર્ણય બદલ રાજ્ય સરકારનો પણ આભાર માન્યો છે
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
