<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

જૂનાગઢઃ રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉચ્‍ચશિક્ષણ દ્વારા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત

જૂનાગઢ જિલ્લા નોડલ કચેરી તેમજ અન્‍ય પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા સંવાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૪: રાષ્‍ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિત મે શિક્ષક અને શિક્ષક કે હિતમે સમાજ આ ધ્‍યેય વાકયને અનુસરતું અને અધ્‍યાપકોના અધિકારોની માંગણી સાથે કર્તવ્‍યો માટે પ્રતિબધ્‍ધ માન્‍યતા પ્રાપ્ત રાષ્‍ટ્રવાદી અને રાષ્‍ટ્રવ્‍યાપી સંગઠન અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)  ગુજરાત- કોલેજ એકમના પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત રાજ્‍યના ઉચ્‍ચ શિક્ષણ કેબિનેટમંત્રીશ્રી ડો પ્રદ્યુમ્‍નભાઈ વાજા અને રાજ્‍યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાગાને મળીને ઉચ્‍ચ શિક્ષણ અને અધ્‍યાપકોના પ્રશ્નોની આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

ABRSM ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ પ્રિ ડો રોહિતભાઈ દેસાઈ અને મહામંત્રી પ્રા ડો નિર્મલસિંહ ઝાલાના નેતળત્‍વમાં ઘણા સમયથી ન ઉકેલાયેલ તેમજ તાજેતરમાં ઉપસ્‍થિત થયેલ પ્રશ્નોના ઉકેલ લાવવા સંવાદ કર્યો હતો.

ખાસ તો તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ નોડલ કચેરી ઉભી કરીને સરકારી અને અનુદાનિત કોલેજોનું તથા યુનિવર્સિટીઓનું નિરીક્ષણ અને અહેવાલ અંગે જાહેર કરેલ પરીપત્ર રદ કરી પરત ખેંચવા રજૂઆત કરી હતી. રાજ્‍યમાં ઉચ્‍ચ શિક્ષણ કચેરી અને SQAC - KCG દ્વારા કોલેજોમાં સમયાંતરે દેખરેખ તેમજ મૂલ્‍યાંકન કરવામાં આવે જ છે, ઉપરાંત કોલેજોમાં આચાર્યના માર્ગદર્શનમાં IQAC સેલ દ્વારા NAAC, NIRF, GSIRF મુલ્‍યાંકન પણ કરાવાય છે ત્‍યારે જિલ્લા કક્ષાએ ઊભી કરાયેલ આ વ્‍યવસ્‍થાને પરત ખેંચવા શૈક્ષિક સંધે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.

સાથોસાથ ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર, પગાર-પેન્‍શન- રજા હેતુ નોકરી જોડાણ, ઉચ્‍ચ પગાર ધોરણ માટે ઓરિએન્‍ટેશન - રીફ્રેશર કોર્સની મુદત ૩૧-૧૨-૨૦૨૫ સુધી લંબાવવી, અનુદાનિત કોલેજોના અધ્‍યાપકોને કર્મયોગી સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા કાર્ડ, CAS માટે સીસીસી પ્‍લસની પરીક્ષા નોકરીમાં જોડાયા પહેલા પાસ કરી હોય તો તે માન્‍ય રાખવી, સરકારી કોલેજોના અઘ્‍યાપકોની બદલી માટે માર્ગદર્શિકામાં સિનિયોરિટી તથા અગ્રતાક્રમ અંગે જરૂરી સુધારા કરી પારદર્શિતા લાવવી, નિવળતિ વય મર્યાદા ૬૫ વર્ષ, અનુદાનિત કોલેજોમાં પતિપત્‍નીના કિસ્‍સામાં કોઈ બે કોલેજની NOC હોય તો બદલી માટે જોગવાઈ, ક્રેડિટ સોસાયટી ની કપાત ચાલુ કરવા બાબત, કોલેજોમાં વહીવટી કર્મચારીઓની નિમણૂંક માટે NOC, સરકારી કોલેજોમાં વર્કલોડ મુજબ મહેકમ મંજૂરી અને નિમણૂંક, ઉચ્‍ચ શિક્ષણ કચેરી ખાતે ઉચ્‍ચ શિક્ષણના વર્ગ -૧ અધિકારીની નિમણૂંક વગેરે બાબતે અસરકારક મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર આપ્‍યું હતું. અને તમામ પડતર ્‌પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવા સંવાદ કર્યો હતો. આ બેઠકમાં સંગઠનની પ્રાંત ટીમના પ્રો.મનોજ છાયા,પ્રો.પ્રીતિ પટેલ,પ્રો. કેતનભાઈ દેસાઈ, પ્રિ. બલરામ ચાવડા, પ્રિ. જગદીશભાઈ પ્રજાપતિ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:32 AM IST)