<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

પોરબંદરમાં અદ્યતન સ્‍પોર્ટસ હોસ્‍ટેલનું વર્ચ્‍યુઅલ ભૂમીપુજન કરતા હર્ષભાઇ સંઘવી

ર૦૦ થી વધુ બેડઃ ખેલાડીઓને રહેવા રમતગમત તાલીમ માટે આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સુવિધા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૪: ૨૦૦થી વધુ બેડની અત્‍યાધુનિક સ્‍પોર્ટ્‍સ હોસ્‍ટેલનું વર્ચ્‍યુઅલ ભૂમિપૂજન નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

રાજ્‍યમાં શરૂ થયેલી ‘શક્‍તિદૂત ૨.૦' યોજનાના રાજ્‍યવ્‍યાપી શુભારંભ પ્રસંગે નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે નવનિર્માણ પામનાર ૨૦૦થી વધુ બેડની અત્‍યાધુનિક ‘સ્‍પોર્ટ્‍સ હોસ્‍ટેલ'નું વર્ચ્‍યુઅલ ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું.

પોરબંદરના ખેલાડીઓ માટે આ સ્‍પોર્ટ્‍સ હોસ્‍ટેલ એક મોટી ભેટરૂપ બની રહેશે. નવનિર્માણ પામનાર આ અત્‍યાધુનિક હોસ્‍ટેલના પરિણામે ભવિષ્‍યમાં પોરબંદરના ખેલાડીઓને રહેવા તેમજ રમતગમતની તાલીમ માટે આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સુવિધાઓ ઘરઆંગણે જ ઉપલબ્‍ધ બનશે.

આ વર્ચ્‍યુઅલ ભૂમિપૂજનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રી હરિ મંદિર, ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરા,  મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ  ગોપાલ કોઠારી, જિલ્લા કલેક્‍ટર એસ.ડી. ધાનાણી, શહેર ભાજપ પ્રમુખ  લક્કીરાજ વાળા, લીલાભાઈ પરમાર,  કિરીટભાઈ સવજાણી  સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, પોરબંદર ડો. મનીષકુમાર જીલાડિયાની યાદીમાં જણાવેલ હતું.

(10:36 AM IST)