News of Friday, 14th August 2026
વડોદ ગામ પાસે સીએનજી ભરેલા ગેસ ટ્રેન્કરમાં લાગી આગ
તાત્કાલિક હાઇવે બંધ કરાવવામાં આવ્યોઃ ટાયર ફાટતા આગ લાગી હોવાનું અનુમાન

સુરેન્દ્રનગર, તા.૧૪: રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલા વડોદ ગામના પાટીયા નજીક હાઇવે ઉપર જ આગ લાગવાની ઘટના બની હતી ગેસ ભરેલા ટેન્કરમાં અચાનક ટાયર ફાટી હોવાના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જોકે સીએનજી ગેસ ભરેલા ટેન્કરમાં આગ લાગી હોવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોના જીવ પણ ચોંટી ગયા હતા થોડા સમય માટે હાઇવે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ ત્યાં તાત્કાલિક દોડી ગઈ હતી.
પ્રથમ ટેન્કરનો આગળનો ભાગ સળગી ગયો હતો અને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સીએનજીના ટેન્કર સુધી આગ પહોંચી ન હતી ત્યારે ટેન્કર બળીને ખાખ બની ગયું છે, પરંતુ ડ્રાઇવરોની સમય સૂચકતાના કારણે ડ્રાઇવર દ્વારા કેબિનમાં આગ લાગતા નીચે કૂદી જવામાં આવ્યું હતું. જેથી લઈ તેનો જીવ બચી ગયો હતો અને ટ્રેન્કર બળી ગયું હતું ત્યારે ફાયર બ્રિગેડની સમય સૂચકતા ના કારણે આગને કાબુમાં લેવામાં આવતા સીએનજી ભરેલ ટેન્કર વ્યવસ્થિત રીતે બચી ગયું હતું અને તેને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું.
જોકે હાઇવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયું હતું અને બંને બાજુએ ૧૦ કિલોમીટરની લાંબી લાઈનો લાગી ગઈ હતી, પરંતુ ત્યારબાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરાવવામાં આવ્યો હતો
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
