News of Friday, 14th August 2026
કાલે સોૈરાષ્ટ્ર-કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી
જીલ્લા- તાલુકા મથકો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં કાલે સ્વાતંત્ર્ય પર્વની ધામધુમથી ઉજવણી કરાશે અને ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાશે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે.જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણીને લઇને સંગ્રામસિંહજી હાઇસ્કૂલ નાં મેદાન માં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિન માટે ગોંડલની પસંદગી કરાઇ છે.જેમાં જિલ્લાનાં પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીનાં હસ્તે ધ્વજવંદન કરાશે. જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ, જીલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ પ્રકાશ,જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ની દેખરેખ હેઠળ તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહીછે. ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નાં ધ્વજવંદન વેળા રાષ્ટ્રગીત વંદેમાતરમ,રાષ્ટ્રગાન જનગણમન નાં ગાન સાથે સલામી બાદ એસઆરપી,પોલીસ તથા એનસીસી કેડેટસ ની પરેડ નિરીક્ષણ,વ્યક્તિ વિશેષ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓ નું સન્માન, સાંસ્કળતિક કાર્યક્રમ અને વળક્ષારોપણ નું આયોજન કરાયુ છે.
જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણીને લઇને ગોંડલમાં દેશભકતિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો છે.
જસદણ
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ જસદણમાં આગામી તા.૧૫ ઓગષ્ટને શનિવારના રોજ જસદણમાં નગરપાલિકા, તાલુકા સેવા સદન સહિતની વિવિધ કચેરીઓ ઇકરા શાળા કોટડીયા હોસ્પિટલ સહિતની શાળાઓ અને હોસ્પિટલોમાં ધ્વજવંદન કરવામાં આવશે આ તકે જસદણ શહેર શનિવારે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાશે ખાસ કરીને આ વર્ષે સ્વંત્રતતા દિવસની ક્ષણને જીવંત કરવા માટે કોટડીયા ડોક્ટર હાઉસએ એક અલગ જ આયોજન કર્યું છે વહેલી સવારે ૮ કલાકે ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રગાન, દેશભક્તિ ગીત, દેશ પ્રત્યેની પ્રતિજ્ઞા જેવા અનેક કાર્યો દેશભક્તને જગાડશે હાલ સ્વતંત્રતા દિવસને લઈને જસદણમાં ભારે ઉત્સાહ છવાયો છે.
ઉપલેટા
(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટાઃ દેશનાં ૮૦ માં સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ઉપલેટા શહેરનો ધ્વજવંદન કાર્યક્રમ અહીંની મ્યુનિસિપલ વિ. વી. મંદિર હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના લોકપ્રિય પ્રમુખ વર્ષાબેન ગજેરા ના વરદ હસ્તે સવારે ૯:૦૦ વાગે રાખવામાં આવેલ છે ઉપરોક્ત ધ્વજવંદન કાર્યક્રમમાં શહેરની રાષ્ટ્રપ્રેમી જનતાને પધારી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવા મનું નિમંત્રણ નગરપાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ કારોબારી ચેરમેન કારોબારી ચેરમેન મિતલબેન સુવા અને ચીફ ઓફિસર દ્વારા પાઠવવામાં આવેલ છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
