News of Friday, 14th August 2026
ભાવનગરના તળાજામાં અડધો ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા યથાવત
સર્વત્ર મિશ્ર વાતાવરણઃ ધુપછાંવના માહોલ સાથે સાર્વત્રિક વરસાદની રાહ

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન વચ્ચે તળાજામાં અડધો ઇંધ વરસાદ પડયો છે.
ભાવનગર જીલ્લાના તળાજામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે વલ્લભીપુર, મહુવા, પાલીતાણા, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, શિહોર ગારીયાધારમાં શિહોર, ગારીયાધારમાં હળવા ભારે ઝાપટા પડયા છે.
જામનગર જીલ્લાના કાલાવડમાં ૩ મી.મી. વરસાદ પડયો છે.
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા, ઉના, ગીર ગઢડા, કોડીનારમાં ઝાપટા પડયા છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે વરસાદી ઝાપટા વરસવા પામ્યા છે જેને લઇને વાતાવરણમાંથી બફારામાં રાહત મળી છે અને ઠંડક પ્રસરી જેવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વરસાદી ઝાપટાના કારણે શ્રાવણ મહિનામાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ધાંગધ્રામાં ત્રણ મીમી દસાડામાં પાંચમી વઢવાણમાં ત્રણ મીમી મૂડીમાં એક મીમી ચુડામાં બે મીમી લીમડીમાં ૬ મેમી જેટલો વરસાદ વરસવા પામ્યો હતો જેને લઇને વાતાવરણમાં બફારો ઘટયો હતો અને રાહત અંશે ઠંડક પણ પ્રસરી હતી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
