<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કેશોદના નગરજનોને સ્‍વાતંત્ર્ય દિનની શુભેચ્‍છા પાઠવતા પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન

કેશોદના વિકાસ માટે તમામ પ્રકારના સહકારની મુખ્‍યમંત્રીશ્રી એ આપી ખાતરીઃ પ્રતીક્ષાબેન દેવડીયા : વિકાસ કામોના ભોગે કોઈ બાંધછોડ નહીં, લોકોએ મુકેલ વિશ્વાસ અકબંધ રાખીશું

(સંજય દેવાણી દ્વારા)  કેશોદ તા. ૧૪: તાજેતરમાં ભાજપ શાસિત કેશોદ નગરપાલિકા ના લોકપ્રિય  પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડીયા એ ગાંધીનગર ખાતે  મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્‍ય શ્રી દેવાભાઈ માલમ તથા પાલિકા ના અને ભાજપના હોદ્દેદારો સાથે રહેલા હતા.

કેશોદ શહેરના સર્વાંગી વિકાસ અને શહેરની સુંદરતા માટે સતત કાર્યરત શ્રીમતી પ્રતીક્ષાબેન દેવડીયા એ આ અંગે જણાવેલ હતું કે, માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાથે શહેર ના વિકાસ અંગે થયેલ જરૂરી વિસ્‍તળત ચર્ચા દરમિયાન તેઓશ્રી એ  કેશોદ ના વિકાસ માટે તમામ પ્રકારના    સહકારની   ખાતરી આપેલ છે.

દરમિયાન શ્રીમતી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડીયા એ ૧૫ ઓગસ્‍ટ ની પૂર્વ સંધ્‍યાએ સ્‍વાતંત્ર્ય દિનની શુભેચ્‍છા પાઠવતા શહેરીજનો ને વિશ્વાસ આપેલ છે કે,  વિકાસ કામોના ભોગે કોઈ બાંધછોડ ચલાવી લઈશું નહીં. જાહેર હિતના કાર્યો માટે જરૂર પડીયે ગાંધીનગર જઈ ટહેલ નાંખીશું. અમારા પર લોકોએ મુકેલ વિશ્વાસ અકબંધ રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.

અત્રે નોંધનીય છે કે, પ્રજાપતિ સમાજ માટે ગૌરવ ની વાત છે કે, કેશોદ પાલિકા ના ઇતિહાસ મા પ્રજાપતિ સમાજ માંથી સૌ પ્રથમ શ્રીમતી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડીયા ને શહેરના ‘‘પ્રથમ નાગરિક'' તરીકેનું સન્‍માન પ્રાપ્‍ત થયેલ છે.

         કેશોદ નગર પાલિકા ના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા ની સાથે જ શ્રીમતી પ્રતીક્ષાબેન દેવડીયા એ ભારે જહેમત સાથે વિકાસ કાર્યો વેગવંતા બનાવેલ છે. ઉનાળા માં ઊભી થયેલ પાણી ની  વિકટ સ્‍થિતિ વચ્‍ચે પડકારરૂપ જણાતા શહેરના પ્રાણ પ્રશ્‍ન સમા પાણી પ્રશ્‍નોની સમસ્‍યા  ઉકેલવામાં શ્રીમતી દેવડીયા સફળ રહેલ હતા.  બીજી તરફ પ્રિ-મોન્‍સુનની કામગીરી   પણ પ્રશંસનીય  રહેલ છે.

પ્રતીક્ષાબેને પાલિકાના તમામ સાથી સદસ્‍યો તથા હોદ્દેદારો ઉપરાંત ચીફ ઓફિસર શ્રી મુકેશભાઈ વાઘેલા, સહિત પાલીકાના સ્‍ટાફને સાથે રાખી  પાલિકા દ્વારા મળવાપાત્ર પાણી, રોડ- રસ્‍તા, સ્‍ટ્રીટ લાઈટ, સફાઈ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ થી છેવાડા ના વિસ્‍તાર નો વ્‍યક્‍તિ પણ વંચિત ન રહે તે માટે સતત સક્રિય જણાઈ રહ્યા છે.  આ સેવા યજ્ઞ માં તેઓશ્રી ના પતિ અને પ્રતિનિધિ શ્રી કેયુરભાઈ દેવડીયા નો પણ સહકાર મળી રહ્યો છે

 

(11:32 AM IST)