<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કાલે ગોંડલમાં રાજકોટ જીલ્લા કક્ષાનો ધ્વજારોહણ સમારોહ યોજાશે : જીતુભાઇના હસ્તે ધ્વજવંદન

રાજકોટઃ તા. ૧૪   દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓગસ્ટ ને શનિવારના  રોજ સવારે ૯ કલાકે ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો  ધ્વજારોહણ સમારોહ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તથા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાશે.

આ કાર્યક્રમમાં ધ્વજારોહણ-રાષ્ટ્રગાન બાદ મંત્રીશ્રી પરેડ નિરીક્ષણ કરશે. ત્યારબાદ મંત્રીશ્રી નાગરિકોને પ્રાસંગિક સંબોધન કરશે.

ત્યારબાદ દેશભકિતસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. આ તકે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા વિશિષ્ટ કામગીરી કરનારા વ્યકિતઓનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન તથા રાષ્ટ્રગાન થશે. કાર્યક્રમના અંતે મંત્રી ના હસ્તે વૃક્ષારોપણ કરાશે. આ કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે રાજકોટ જિલ્લા કલેકટર  ડો. ઓમ પ્રકાશ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(3:43 PM IST)