<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ભાવનગરમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' અંતર્ગત માયાબેન કોડનાણી નું ધારદાર વક્તવ્ય યોજાયુ

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ આઝાદી સમયની કરુનણાંતિકા વિશેના વકૃત્વને સજળ આંખોએ શ્રાવ્ય કર્યું

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : દેશ આઝાદ થયો તેના તેના એક દિવસ અગાઉ ૧૪ મી ઓગસ્ટના રોજ અખંડ ભારત સ્મૃતિ દિવસ મનાવવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે, ત્યારે આ ૧૪ મી ઓગસ્ટ ૨૦૨૬ અને શુક્રવારના રોજ અધ્યક્ષ  કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર કાર્યાલય ખાતે 'વિનાશક વિભિષિકા સ્મૃતિ દિવસ' (આઝાદીના ભાગલા પછીની દારૂણ કરુણાન્તિકા) અંતર્ગત એક વક્તવ્ય રાખવામાં આવેલ, જેમાં વક્તા તરીકે પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાણીએ ધારદાર વક્તવ્ય આપ્યું હતું, જેમાં પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ  રાજુભાઈ રાણા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ ગોહિલ, મુકેશભાઈ ડાભી, નિલેશભાઈ રાવલ સહીત શહેર અને સંગઠન, મનપાના પદાધિકારીઓ સહીત નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો, સંગઠનના પૂર્વ હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ આઝાદી સમયની કરુનણાંતિકા વિશેના વકૃત્વને સજળ આંખોએ શ્રાવ્ય કર્યું હતું, આ ઉપરાંત કાર્યકર્તાઓને વિભાજનની વિભીષિકા પરની પીપીટી દર્શાવવામાં આવી હતી, જે નિહાળીને લોકો ભાવુક થઇ ગયા હતાં.

(8:26 PM IST)