હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 14th August 2026
જસદણમાં અલગ-અલગ બનાવોમાં વીજ કરંટ લાગતાં બે લોકોના મોત
આટકોટ અને શિવરાજપુર ગામે બનેલી ઘટનાઓમાં એક કિશોર અને એક મહિલાએ જીવ ગુમાવ્યો:આટકોટમાં પાણીની મોટર બંધ કરવા જતાં કિશોરને વીજ કરંટ લાગ્યો

રાજકોટના જસદણમાં અલગ-અલગ બનાવોમાં વીજ કરંટ લાગતાં બે લોકોના મોત થયા છે. આટકોટ અને શિવરાજપુર ગામે બનેલી ઘટનાઓમાં એક કિશોર અને એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આટકોટમાં પાણીની મોટર બંધ કરવા જતાં કિશોરને વીજ કરંટ લાગ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા કિશોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બીજી તરફ, શિવરાજપુર ગામે વીજ વાયર અડી જતાં એક મહિલાને કરંટ લાગ્યો હતો. મહિલાને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું મોત થયું હતું. બંને ઘટનાઓને પગલે સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે બંને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
