તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Friday, 14th August 2026
રાહુલ ગાંધીના નિવેદનથી તેમની માનસિકતા છતી થાય છે: સાંસદ પૂનમબેન માડમના આકરા પ્રહાર
પૂનમબેન માડમે કહ્યું કે, “લોકશાહીમાં રાજકીય મતભેદો સ્વાભાવિક છે, પરંતુ દેશના બંધારણીય પદો અને રાષ્ટ્રના નેતૃત્વ પ્રત્યે ભાષા તથા વ્યવહારમાં ગરિમા જાળવવી એટલી જ જરૂરી છે.

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર :રાહુલ ગાંધીના નિવેદનને લઈને જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા બેઠકનાં સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે આજે મીડિયા સમક્ષ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.
પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીના નિવેદનથી તેમની માનસિકતા છતી થાય છે.” તેમણે કહ્યું કે, નેતા પ્રતિપક્ષ તરીકે એક ગરિમા હોય છે અને આ ગરિમા જાળવીને સરકાર સામે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ, તેમજ દેશહિતમાં સકારાત્મક સૂચનો આપવા જોઈએ.
સાંસદ પૂનમબેન માડમે વધુમાં જણાવ્યું કે, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ દેશના ભવિષ્યને લઈને પોતાનું વિઝન લોકો સમક્ષ રજૂ કરવું જોઈએ. પરંતુ તેના બદલે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની વિરુદ્ધ જઈને દેશના વડાપ્રધાન અને દેશના મહિલા નેતૃત્વ અંગે જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે, તે અત્યંત અશોભનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે.
પૂનમબેન માડમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “લોકશાહીમાં રાજકીય મતભેદો સ્વાભાવિક છે, પરંતુ દેશના બંધારણીય પદો અને રાષ્ટ્રના નેતૃત્વ પ્રત્યે ભાષા તથા વ્યવહારમાં ગરિમા જાળવવી એટલી જ જરૂરી છે.”
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
