<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

મોરબીના સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે શ્રી સતવારા સમાજ સંગઠન – મોરબી દ્વારા એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર – ૨૦૨૬ નું ભવ્ય આયોજન

કોલેજ પછીના શ્રેષ્ઠ વિકલ્પો અંગે સચોટ માહિતી અપાશે: સેમિનારમાં બેઠક વ્યવસ્થા અને આયોજનની સરળતા માટે દરેક વિદ્યાર્થીએ અગાઉથી નોંધણી ફરજીયાત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે શ્રી સતવારા સમાજ સંગઠન – મોરબી દ્રારા તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સાચી કારકિર્દીની પસંદગી માટે એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર – ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં મુખ્ય જામખંભાળિયાના નિષ્ણાતો શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રના અનુભવી માર્ગદર્શકો ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમજ SPIPA મોરબી જિલ્લા કો-ઓર્ડિનેટર મોરબી જિલ્લામાં સરકારી નોકરીની તૈયારી કરાવતા તજજ્ઞ ખાસ ઉપસ્થિત રહેશે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી નોકરી, ધોરણ ૧૦/૧૨ પછી શું? અને કોલેજ પછીના શ્રેષ્ઠ વિકલ્પો અંગે સચોટ માહિતી આપશે.
સેમિનારમાં બેઠક વ્યવસ્થા અને આયોજનની સરળતા માટે દરેક વિદ્યાર્થીએ અગાઉથી નોંધણી (Registration) કરાવવી ફરજિયાત છે.
 નોંધણી કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:
 [ https://forms.gle/EkXaWknjPyxAEMsRA ]
 કાર્યક્રમની વિગત
તારીખ: 15/08/2026 (શનિવાર – સ્વાતંત્ર્ય દિન)
 સમય: રાત્રે 9:30 કલાકે સ્થળ: શ્રી સતવારા સમાજ વાડી, પંચાસર રોડ , મોરબી.
સતવારા સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમયસર પધારી આયોજનને સફળ બનાવો તેવું શ્રી સતવારા સમાજ સંગઠન – મોરબી તરફથી ભાવભર્યું નિમંત્રણ છે

(12:22 AM IST)