<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

મોરબીના પંચાસર રોડ નજીકની સોસાયટીઓમાં છેલ્લા 10 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ.

નિત્યાનંદ, કિશન પાર્ક, રાજનગર સહિતની અનેક સોસાયટીઓમાં જળસંકટ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં પંચાસર રોડ પર નાની કેનાલ પાસે આવેલી અનેક સોસાયટીઓમાં છેલ્લા 10 દિવસથી પાણી ન આવતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ વિસ્તારોમાં લાંબા સમયથી પાણી કાપ હોવાથી પબ્લિક અને સોસાયટીમાં રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
   પ્રાપ્ત વિગતો મુજબ, પંચાસર રોડ પર આવેલી નિત્યાનંદ, કિશન પાર્ક 1, 2 અને 3, ૐ પાર્ક, સનરાઈઝ પાર્ક, રાજનગર અને ન્યૂ ચંદ્રેશ નગર જેવી સોસાયટીઓમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. રોજિંદા વપરાશ માટે પણ પાણી ન મળતા સ્થાનિક લોકો ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે.
   આ સમસ્યાથી કંટાળીને સ્થાનિકો દ્વારા મોરબી મહાનગરપાલિકાની ઓનલાઈન ફરિયાદ નિવારણ એપ પર ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે.

(12:30 AM IST)