<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

અમરેલીના ચાંદગઢ ગામે વન્યપ્રાણી સંરક્ષણની રૂટિન કામગીરી દરમિયાન વનકર્મી પર સિંહણે હુમલો કર્યો

શેત્રુંજી નદીના કાંઠે વન વિભાગની ટીમની હાજરીમાં સિંહણે અચાનક વનકર્મી પર હુમલો કર્યો:વનકર્મીને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

અમરેલીના ચાંદગઢ ગામે વન્યપ્રાણી સંરક્ષણની રૂટિન કામગીરી દરમિયાન વનકર્મી પર સિંહણે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શેત્રુંજી નદીના કાંઠે વન વિભાગની ટીમની હાજરીમાં સિંહણે અચાનક વનકર્મી પર હુમલો કર્યો હતો. ઘટનામાં વનકર્મીને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ACF સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સિંહણની હિલચાલ અંગે પણ વન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, વન વિભાગે સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને સિંહણથી દૂર રહેવા અપીલ કરી છે

(8:46 PM IST)