News of Monday, 17th August 2026
સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થતા બેદરકારી રખાયાનો આક્ષેપઃ મૃતદેહને પોલીસ સ્ટેશને લઇ જઇ હોબાળો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૭: શુક્રવારની મોડી રાત્રે સુરેન્દ્રનગર શહેરની પતરાવાળી ચોક વિસ્તારમાં આવેલી વીર વંદના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી કણજારીયા ત્રિવેણીબેનનું મોત નીપજવા પામ્યું હતું પરંતુ આ અંગે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ડોક્ટરોને તેમાં ર્નસિંગ સ્ટાફની બેદરકારીના કારણે મોત નીપજવા પામ્યું છે કણજરીયા ત્રિવેદી બેનને બે દિવસ પહેલા અચાનક ગેસ થઈ જતા તેમને વીર વંદના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપર રહેલા ડોક્ટર દ્વારા તેમને સારવાર કરવામાં આવતી હતી પરંતુ ત્યારબાદ તેમના રિપોર્ટમાં લોહીના ટકા પણ ઘટી ગયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ડોક્ટર દ્વારા બે બોટલ લોહી ચઢાવવાનું પરિવારજનોને કહેવામાં આવ્યું હતું જ્યારે પરિવારજનો દ્વારા તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરાવવામાં આવી હતી.
દરમિયાન તેમની તબિયત લથડી હોય અને ત્યાં હાજર ડોક્ટર અને ર્નસિંગ સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારની સારવાર કરવામાં ન આવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તબિયત લથડવાના કારણે ત્રિવેણીબેનનું મોત નીપજવામાં આવ્યું હોય તે પ્રકારની ઘટના બની હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો આ મુદ્દે સુરેન્દ્રનગરની ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને મોડી રાત્રે પીએમ માટે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું
તે બાદ પણ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ની બેદરકારી સામે પગલાં ભરવામાં ન આવતા પરિવારજનો દ્વારા મળતદેહ ને ઘરે લઈ જવાના બદલે પોલીસ સ્ટેશન એ લઈ જવામાં આવ્યો હતો અને કંપાઉન્ડમાં મૂકી દઈ હોબાળો કરવામાં આવ્યો હતો આ મુદ્દે એ એએસપી વૈદિકા બિહાની અને સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી મળતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે. મળતકના દીકરી અંજલીબેન કણજરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા મધરની તબિયત ખરાબ હતી ત્યારે સ્ટાફનો સતત સંપર્ક કરવામાં આવતો હતો તે છતાં પણ ચેકિંગમાં ન આવ્યા અને અંતે મોત નીપજવા પામ્યો છે ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે હવે ન્યાય માટેની માંગ સાથે મળતદેહને સિટી પોલીસમાં મુકાયો છે.
સારવાર આપનાર ડોક્ટર હેમલ સરવૈયા સાથે ટેલિફોનિક વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહિલાનું સામાન્ય રીતે મોત નીપજ્યું છે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે પૂરતા પ્રયત્ન કર્યા છે ત્યારે હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત નિપજ્યા હોવાનું અનુમાન છે પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા પછી સાચું મોતનું કારણ સામે આવશે પણ હાલ અમને પણ આ વાતનો દુઃખ છે. એએસપી વેદિકા બિહાની સાથે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે અકસ્માતનો ગુનો દાખલ કરાયો છે તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કર્યા બાદ ડોક્ટરો અને ર્નસિંગ સ્ટાફનો બેદરકારી હશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે અને હાલ પીએમ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે પીએમ રિપોર્ટમાં જે કાંઈ આવશે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
