<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ભાવનગરમાં મોડી રાત્રે બે કાર આગની લપેટમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૭: મોતીતળાવ વિસ્‍તારમાં આવેલા મોગલ માતાના મંદિર પાસે અને ડેલા નંબર ૨૨૦ની સામે મોડી રાત્રે પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાની ઘટના અંગે સ્‍થાનિક રહીશ અશરફભાઈએ ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર ફાઇટરની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી આવી હતી.

ફાયર સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી ભારે જહમત બાદ ૧૦,૦૦૦ લીટર પાણીનો છંટકાવ કરીને બંને કારમાં લાગેલી આગને સંપૂર્ણપણે બુઝાવી હતી.

આગની લપેટમાં આવેલી કાર પૈકી એક ઇનોવા જે રહેમાનભાઈની માલિકીની હોવાનું સામે આવ્‍યું છે અને બીજી આઇ-૧૦ કાર હતી. આ આગના કારણે બંને કારને મોટું વ્‍યાપક નુકસાન થયું છે. પાર્ક કરેલી કારમાં કયા કારણોસર અચાનક આગ લાગી તે અંગેની પ્રાથમિક તપાસમાં ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જેથી ફાયર વિભાગ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

(11:27 AM IST)