<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રાજકોટ જીલ્લામાં જૂગારના ૭ દરોડાઃ ૪૪ પકડાયા

ભાડલાના ખડવાવડી ગામે પ, શાપરમાં ૪, જેતપુરમાં ૮, જેતલસરમાં પ, સુપેડીમાં ૬ અને ઉપલેટામાં બે દરોડામાં ૭ મહિલા સહિત ૧૬ પતા ટીંચત્તા પકડાયા

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ જિલ્લામાં જૂગારના અલગ-અલગ ૭ દરોડોમાં ૭ મહિલા સહિત ૪૪ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડોમાં ભાડલા પોલીસે ખડવાવડી ગામ રાજીબેન વા-ઓ પુંજાભાઇ મકવાણા રહે. ખડવાવડી ગામની વાડીએ વાડીના મકાનની બહાર રેઇડ કરી ઝાડ નીચે જૂગાર રમતા (૧) મિલન તેજાભાઇ મકવાણા ધંધો મજુરી (ર) ચતુર આલાભાઇ મકવાણા ધંધો મજૂરહી શે. (૩) શૈલેષ માણસુરભાઇ મકવાણા ધંધો મજૂરી રહે. (૪) વિપુલ ભનુભાઇ મકવાણા મજૂરી રહે. તથા (પ) હરેશ મનસુખભાઇ મકવાણા ધંધો મજૂરી રહે. ખડવાવડી ગામ તા. રહે. તમામ ખડવાવડી ગામને રોકડા રૂા. ૬રપ૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં રૂરલ એલસીબીએ ટીલાળા ગેઇટની અંદર હાઇટેક પોલીમર્સ કારખાના પાસે રોડ ઉપર રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) પ્રવીણસીંગ બાયાસસીંગ કુર્મી ધંધો મજુરી, રહે. હાલ શાપર નોવા ટેકનોકાસ્‍ટની ઓરડીમાં (ર) અશ્વીનભાઇ નાનાભાઇ અમલીયાર ધંધો મજુરી, રહે. શાપર(વે) મામાદેવના મંદીર પાસે ઝુંપડામાં (૩) રવીન્‍દ્રકુમાર ગંધર્ભસીંગ વર્મા ધંધો મજુરી, રહે. શાપર(વે) ભારત ડેરી પાછળ વ્રજવાટીકા સોસા. તથા (૪) લખુભાઇ નારણભાઇ સોલંકી ધંધો મજુરી, રહે. શાપર (વે) વ્રજવાટીકા સોસા.ને રોકડ રૂા. ૧૬,ર૦૦ તેમજ મોબાઇલ ફોન નં. ૩, કી. રૂા. ૧પ,૦૦૦ મળી કુલ મુદામાલ ૩૧,ર૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડોમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે જેતપુર -નવાવગઢથી જુના સરધારપુર જવાના કાચા રસ્‍તે પતારીયા વોંકળા પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) જયેશભાઇ મોહનભાઇ બાવીશા ધંધો ખેતી રહે. નવાગઢ, ખોડીયારનગર, જેતપુર (ર) રછોડ હીરાભાઇ બારૈયા ધંધો વેપાર, રહે. બળદેવધારા, વેલનાથબાપુના મંદિર પાસે જેતપુર (૩) ફીરોઝ મામદભાઇ ખેભર ધંધો મજૂરી રહે. બળદેવધાર, ખાડા વિસ્‍તાર જેતપુર (૪) જયેશ ભીમાભાઇ ઠાકોર, ધંધો ડ્રાઇવીંગ રહે. બળદેવધાર, વેલનાથબાપુના મંદિર પાસે, જેતપુર, (પ) રમેશ ઉર્ફે ભુપો કિશોરભાઇ પંચાસરા, ધંધો ડ્રાઇવીંગ રહે. રહે. બળદેવધાર, આરાધના નગર, જેતપુર, (૬) રાહુલગીરી પ્રફુલગીરી મેઘનાથી ધંધો મજૂરી, નવાગઢ, ખોડીયાનગર જેતપુર (૭) હુસેન ઉર્ફે હાજીભાઇ ખેભર, ધંધો રી. ડ્રા. રહે. બળદેવધાર, ખાડા વિસ્‍તાર, જેતપુર, તથા (૮) બ્રીજેશ પરબતભાઇ કુવારદા, ધંધો મજૂરી રહે. બળદેવધાર, કેનાલ પાસે, જેતુપરને રોકડા રૂા. ૭પ,૩૦૦ તથા મો. સા. નં.પ કિ. રૂા. ર,૩૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ. રૂા. ૩,૦પ,૩૦૦ સાથે  પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં જેતપુર તાલુકા પોલીસે જેતલસર ગામ ગાયત્રીનગર મામાદેવના મંદીર પાસે આરોપી પ્રતાપભાઇ મનજીભાઇ સોલંકીના ઘરે રેઇડ કરી જુગાર રમતા, ચંદુભાઇ સવજીભાઇ ચારોલીયા રહે. જેતલસર ગામ ગાયત્રીનગર, ખીમજીભાઇ સવજીભાઇ ચારોલીયા રહે. જેતલસર ગામ ડેડરવા રોડ, જીતુભાઇ બધાભાઇ મકાવણા રહે. જેતલસર ગામ ડેડરવા રોડ તથા પ્રવીણભાઇ કેશુભાઇ સોલંકી રહે. જેતપુર ખીરસરા રોડ ફિલ્‍ટરના ટાંકા પાસે તા. જેતપુરને રોકડા રૂા. ૧૦,૧૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

પાંચમાં દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે સુપેડી ગામે મફતીયાપરા વિસ્‍તારમાં શાકમાર્કેટની બાજુ વાળી શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રાહુલ આશાજી રાઠોડ ધંધો મજુરી, રહે. સુપેડી (ર) જગદીશભાઇ મોતીજી રાઠોડ ધંધો મજુરી રહે. સુપેડી (૩)સંજયભાઇ લાખાભાઇ મકવાણા ધંધો મજુરી, રહે. સુપેડી (૪) ભુપતભાઇ લાલાજી રાઠોડ ધંધો મજુરી, રહે. સુપેડી ગામ (પ) પંચીજી મોતીજી રાઠોડ ધંધો મજુરી, રહે. સરદાર સોસા. સુપેડી તથા (૬) જીતુજી પંચીજી રાઠોડ ધંધો મજુરી, રહે. સરદાર સોસા. સુપેડી તા. ધોરાજીને રોકડા રૂા. રર,૦૧૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

છઠ્ઠા દરોડામાં ઉપલેટા પોલીે ગજાનન પાર્ક સેન્‍ટમેરી સ્‍કુલ પાસે શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) દેવરાજ ઉર્ફે વિપુલ ગોબરભાઇ શેખવા ધંધો પ્રા.નોકરી રહે. ઉપલેટા પોરબંદર રોડ સેંટ ેમેરી સ્‍કુલ પાછળ ગજાજન પાર્ક (ર) લખન રામાભાઇ રાઠોડ ધંધો મજુરી રહે.ઉપલેટા ઢાંકની ગારી, શિવ શકિત સોસાયટી (૩) તુષાર દેવજીભાઇ રાણવા ધંધો મજુરી રહે. ઇંદ્રાગામ દલીતવાસ તા.માણાવદર (૪) જગદીશ પરબતભાઇ રેવર ધંધો મજુરી, રહે. ભીમોરા ગામ ઇંદીરા સોસાયટી (પ) ભોજાભાઇ ઉર્ફે હરસુખભાઇ સોમાભાઇ રેવર ધંધો મજુરી રહે. ભીમોરા ગામ દલીતવાસ (૬) ચાંદનીબેન વા.ઓ. સંજયભાઇ પરમાર રહે. ઉપલેટા પોરબંદર રોડ ગજાનન સોસાયટી સેંટ મેરી સ્‍કુલ પાસે (૭) રીંકલબેન વા.ઓ. પ્રવીણભાઇ પરમાર રહે. સુપેડી ગામ સરદાર સોસાયટી તથા (૮) સીમાબેન વા.ઓ. વિપુલભાઇ શેખવા રહે. ઉપલેટા ગજાનન પાર્ક સેટ મેરી સ્‍કુલ પાસે રોકડા રૂા. ૧૬,ર૪૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા છે.

સાતમાં દરોડોમાં ઉપલેટા પોલીસે ઉપલેટા યાદવ રોડ, ચકલી ચોરા પાસે સોનાબેન વા-ઓફ દેસુરભાઇ ડેર રહે. ઉપલેટા યાદવના ઘરે રેઇડ કરી જૂગાર રમતા અનિલ રામભાઇ ચાવડા ૪૧ ધંધો મજૂરી રહે. ઉપલેટા કોલકી રોડ ગ્રીન વિલેજની પાછળ, વિજય રામભાઇ ચાવડા ધંધો મજૂરી રહે. ઉપલેટા કોલકી રોડ ગ્રીન વિલેજની પાછળ, હાર્દિકભાઇ ભરતભાઇ બગડા ધંધો અભ્‍યાસ રહે. ખારસીયા ગામ ૬૬ કે. વી. સબ. સ્‍ટેશન પાછળ, નસીમાબેન વા-ઓફ આસમભાઇ ઉર્ફે મુનાફભાઇ સવકુંડલા, રહે. જુના ટેલિફોન એક્ષચેન્‍જ સામે પંજાબ નેશનલ બેન્‍ક પાસે ઉપલેટા, રૂકશાનાબેન વા-ઓફ સલીમભાઇ બેલીમ રહે. જુના કાપડ બજાર દરબાર ગઢ પાસે ઉપલેટા, સોનેરાબેન વા-ઓફ મુસાભાઇ કોરડીયા, રહે. ધોરાજી હોંકળા કાંઠે બહારપુરા તા. ધોરાજી. તથા રોશનબેન વા-ઓફ સલીમભાઇ મોર રહે. ઉપલેટા બડા બજરંગ રોડ બગદાદી કોલોની સામે, તા. ઉપલેટા જી. રાજકોટ મો. નં. ૯૬૮૭૭ ૩૪૬૮૮. ને રોકડા રૂા. ૧૩,૯૦૦, અને બે મોબાઇલ મળી કુલ રૂા. ર૮,૯૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી

(11:54 AM IST)