News of Monday, 17th August 2026
જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપરથી ઇગ્લીશ દારૂ/બીયર નંગ-૨૨૮ સહીત રૂ. ૨,૩૭,૮૮૫ ના મુદામાલ સાથે બે આરોપીને જામનગર LCB એ ઝડપ્યા
ધ્રોલ નજીકથી અલ્ટ્રો કારમાંથી અલગ અલગ બ્રાન્ડના ઈંગ્લીશ દારૂના ચપટા અને બિયર ટીન સાથે આરોપીઓને દબોચી લીધા

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, નીર્લિપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય તથા ધ્રોલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ ખાનગી સંયુકત બાતમી હકિકત આધારે જામનગર રાજકોટ હાઈવે રોડ ઉપર ધ્રોલ નજીક થી આરોપીઓ (૧) કાંતિભાઈ રમેશભાઈ ભુરીયા (રહે. સંદાગામ તા.ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ) તથા (૨) રૂપસીંગ પાંગલીયાભાઈ સીંગાડીયા (રહે. ખંભાલીડા) અનિરૂધ્ધસિંહ ભીખુભા જાડેજાની વાડીમા, તા.ધ્રોલ જી.જામનગર મુળ- એરણગામ તા.ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાઓના કબ્જાની અલ્ટ્રો કાર નંબર જી.જે.૦૧ કેઆર ૨૪૯૬ માંથી અલગ અલગ બ્રાન્ડના ઈગ્લીશ દારુના ચપટા નંગ-૯૬ કિ.રૂ. ૧૧,૨૮૦/- તથા બીયર ટીન નંગ- ૧૩૨ કિ.રૂ. ૧૬,૬૦૫.૫૬/-તથા બે મોબાઈલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા અલ્ટ્રો કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૩૭,૮૮૫.૫૬ /-ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. રૂષીરાજસિંહ વાળાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. યુવરાજસિંહ ઝાલા નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ બીયરનો જથ્થો મંગાવનાર રીવાભાઈ સોમલાભાઈ ગણાવાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
