News of Tuesday, 18th August 2026
રાજસ્થાનમાં મોસ્ટ વોન્ટેડ અને મોરબી જીલ્લાના કુખ્યાત બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો.
પાસા તળે ડીટેઈન કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજસ્થાનમાં કરોડો રૂપિયાના ઈંગ્લીશ દારૂની હેરાફેરીમાં મોસ્ટ વોન્ટેડ અને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત પ્રોહીબીશન બુટલેગરને મોરબી એલસીબી ટીમે રાજસ્થાનથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી.બુટલેગર સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા ગુનામાં સંડોવાયેલ પ્રકાશ મોહનલાલ લોલ (ઉ.વ.૩૨) રહે સંચોર રાજસ્થાન વાળાનું પાસા વોરંટ ઈશ્યુ થયું હતું.
જે શખ્શને અટકાયતમાં લેવા માટે એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ રાજસ્થાન મોકલતા રાજસ્થાનના સાંચોર ખાતે આરોપી પ્રકાશ લોલને તેના મકાનેથી ઝડપી લઈને મોરબી લાવી પાસા તળે ડીટેઈન કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલવામાં આવ્યો છે આરોપી માળિયામાં પ્રોહીબીશન ગુના અને રાજસ્થાનમાં વર્ષ ૨૦૨૩ ના એક્સાઈઝ એક્ટના ગુનામાં પકડાઈ ચુક્યો છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
