News of Tuesday, 18th August 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઘટ સાથે ચોમાસુ વિદાય લેશે!
દર વર્ષે ચોમાસાનો પ્રારંભ કેરળથી થતો હોય છે અને પછી તે આખા દેશને આવરી લેતુ હોય છે, તેમ ચોમાસાની વિદાયનો પ્રારંભ રાજસ્થાનથી થતો હોય છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૮ :.. બંગાની ખાડીમાં સીસ્ટમ્સ સતત બની રહી છે. પૂર્વના, મધ્યના અને ઉત્તરના રાજયોમાં આ એક પછી એક સીસ્ટમ્સ વરસાદ પણ વરસાવી રહી છે.
દેશના ભૂપૃષ્ઠ મુજબ દર વર્ષે ચોમાસાની ઋતુના આરંભ અને અંતનું નિયમિત ગણિત અને વાસ્તવિકતા જોઇએ તો, ચોમાસાની શરૂઆત દક્ષિણના રાજય કેરળથી થાય છે. અને પછી આ ચોમાસુ આગળ વધીને પુરા દેશને આવરી લેતુ હોય છે. એથી વિપરિત, ચોમાસાની વિદાય રાજસ્થાનથી થતી હોય છે અને પછી ચોમાસુ ધીરે ધીરે દેશમાંથી વિદાય થતુ હોય છે. જો કે દેશના નીચેના હિસ્સાઓમાં ચોમાસુ પછી વિદાય લેતુ હોય છે.
એક ચિંતાજનક વાસ્તવિકતા એ જોવા મળી રહી છે કે, આ માસના અંત ભાગે રાજસ્થાનથી ચોમાસાની વિદાયના પગરવ નો પ્રારંભ જોવા મળી રહ્યો છે. આઇએમડીના ટેન-ડેઝ ફોર કાસ્ટ મોડેલ મેપ્સના આગામી ર૭ ઓગષ્ટના મોડેલ મેપમાં રાજસ્થાનમાં એન્ટી સાયકલોનિક સકર્યુલેશનની ગતિવિધીનો પ્રારંભ જોવા મળી રહ્યો છે. આ એન્ટી સાયકલોનિક સકર્યુલેશનની ગતિવિધીનો પ્રારંભ ચોમાસાની વિદાયની આલબેલ ગણાય છે. ધીમે ધીમે રાજસ્થાન બાદ પાડોશી રાજયો અર્થાત ગુજરાત માંથી પણ ચોમાસાની વિદાય થતી દર વર્ષે નિયમિત જોવા મળતી હોય છે. એન્ટી સાયકલોનિક સકર્યુલેશનનો દાયરો વધવાની સાથે બંગાળની ખાડી સહિત કોઇ પણ વરસાદી સીસ્ટમ્સને તે પાછી ધકેલી દે છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
