તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 18th August 2026
કારીગરના ખિસ્સામાંથી પડી ગયેલ બે લાખની સોનાની બૂટી ભરેલ બોક્ષ ભિક્ષુક મહિલાને મળ્યુઃ રાજુલા પોલીસે શોધી કાઢી પરત સોંપ્યુ!

અમરેલી, તા.૧૮: ગઇ તા.૧૫/૦૮/૨૦૨૬ ના રોજ અરજદાર અજીજભાઇ સિરાજભાઇ મલ્લીક રહે.રાજુલા વોરાવાડ વાળા જેઓ બંગાળી કારીગર હોય અને તેઓ રાજુલાના વેપારીઓને મજુરીથી સોના ચાંદીના દાગીના બનાવી આપતા હોય જે પૈકી રાજુલાના એક વેપારીએ અરજદારને સોનાની બુટી નંગ-૦૨ બનાવવા ઓર્ડર આપેલ હોય જે સોનાની બુટી તૈયાર થઇ જતાં અરજદાર વેપારીને ડીલીવરી કરવાં માટે તેઓની દુકાને જતા હતા તે દરમ્યાન અરજદારના ખિસ્સામાંથી સોનાની બુટી નંગ-૦૨ ભરેલ નાનુ બોકસ રાખેલ તે બોકસ કયાંક પડી ગયેલ હતુ. અને તેઓએ તેમની રીતે શોધતા મળેલ ન હોય જેથી તેઓએ રાજુલા પોલીસને જાણ કરેલ અને કહેલ કે, સાહેબ હું નાનો માણસ છુ અને મારાથી સોનાની બટી નંગ-૦૨ મુકેલ નાનુ બોકસ પડી ગયેલ છે અને તેની કિંમત રૂ.૨,૧૦,૦૦૦/- છે તે શોધી આપો. નહીં મળે તો આ પૈસા મારે ભરપાઇ કરવાં પડશે. જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા ના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ વી.એમ.કોલાદરાની સુચના નીચે રાજુલા પોલીસ સ્ટાફને બનાવ સમયના CCTV ચેક કરવાં અને અરજદારના ખોવાયેલ સોનાના દાગીના પરત અપાવવાં માર્ગદર્શન આપેલ હોય, જે આધારે રાજુલા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પોલીસ સ્ટાફે રાજુલા ટાઉન વિસ્તારમાં જઇ પુછપુરછ કરી અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી ફુટેઝ તેમજ હ્યુમનસ્ત્રોત ઉભા કરી માહિતી મેળવતા એક અજાણી ભિક્ષુક મહીલા આ પડી ગયેલ દાગીના નીચે નમીને લેતી જણાઇ આવેલ. જેથી રાજુલા શહેરમાં ભિક્ષાવળતિ કરતાં લોકોને અજાણી ભિક્ષુક મહીલા બાબતે પુછપુરછ કરતાં જણાઇ આવેલ કે, આ અજાણી ભિક્ષુક મહીલા રાજુલા વિસ્તારમાં રહેતી નથી અને રાજુલામાં પહેલીવાર આવેલ છે. તેમ જણાવતા હોય જેથી હ્યુમનસ્ત્રોત ઉભા કરી તે અજાણી ભિક્ષુક મહીલાને રાજુલા ગ્રામ્ય વિસ્તારમાંથી શોધી મહીલાની પુછપુરછ કરતાં તેઓએ જણાવેલ કે, તેઓને એક બુટી ભરેલ નાનુ બોકસ મળેલ છે પરંતુ તેઓને આ બુટી સાચી છે કે ખોટી તેની ખબર નથી પરંતુ તેને બોકસ રસ્તામાં પડેલ મળેલ હોવાથી પોતાની પાસે રાખેલ હોવાનું જણાવેલ. જેથી બોકસમાં રહેલ સોનાની બુટી નંગ-૦૨ કિ.રૂ.૨,૧૦,૦૦૦/- અજીજભાઇ સિરાજભાઇની હોવાની ખરાઇ કરી મુળ માલીકને પરત સોંપી ૅતેરા તુજકો અર્પણ' સુત્રને સાર્થક કરવામાં આવેલ છે.
રાજુલા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ. કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા, તથા હેડ.કોન્સ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ. શંભુભાઇ લાભુભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
